ગુજરાત તરફ વાવાઝોડું આવી રહ્યું છે, અંબાલાલ પટેલની આગાહીથી રાજ્યમાં શુ થશે જાણો

Gujarat Weather Forecast : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી.... 7 ઓક્ટોબર પછી ચક્રવાત બનવાની સંભાવના છે. જેમાં 12 થી 15 ઓક્ટોબર દરમિયાન ભારે વાવાઝોડાની સંભાવના છે
 

ગુજરાત તરફ વાવાઝોડું આવી રહ્યું છે, અંબાલાલ પટેલની આગાહીથી રાજ્યમાં શુ થશે જાણો

Ambalal Patel Cyclone Alert :  હવે ગુજરાતીઓ વરસાદની રાહ ન જોતા. કારણ કે, ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. આખરે હવામાન વિભાગે જાહેરત કરી દીધી કે, રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. રાજ્યમાંથી ચોમાસાએ સંપૂર્ણપણે વિદાય લીધી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબર મહિનામાં અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ઉત્તર ભારતમાં હિમ વર્ષા થશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે, ગરમી સાથે અનેક વાવાઝોડા આવવાની શક્યતા છે. 

અંબાલાલ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ચીન તરફ એક સાયક્લોન બન્યું છે જે તાઇવાનના ભાગથી બંગાળના ઉપસાગરમાં આવશે. જેના કારણે આ સિસ્ટમ ફરી બંગાળના ઉપસાગરમાં ફરી હલચલ મચાવી શકે છે. જેથી 10મી ઓક્ટોબરની આસપાસ બંગાળના ઉપસાગરમાં ફરી ચક્રવાતનું એંઘાણ છે. આ સાથે અરબ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. આ સિસ્ટમ 10થી 12 ઓક્ટોબરમાં ફરી અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય બનીને મજબૂત થઇ શકે છે.

હવામાન વિભાગે જાહેરાત કરી કે, ચોમાસાની વિદાય સાથે આજે સવારે ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો છે. હાલનો સમય ઓક્ટોબર અને નવેમ્બર મહિનો ટ્રાન્જેસ્ટ મહિનો હોવાથી હવેના સમયે ઠંડી અને ગરમીનું વાતાવરણ રહેશે. બપોરે ગરમી જ્યારે સવાર અને સાંજે ઠંડક અનુભવાય છે. જોકે હાલ ખરી ઠંડીની શરૂઆત થઈ નથી. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. હાલ અમદાવાદમાં મિનિમમ 22 ડિગ્રી જ્યારે મેક્સિમમ 35 ડિગ્રી તાપમાન અનુભવાઈ રહ્યું છે. જ્યારે ગાંધીનગરમાં મિનિમમ 21 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. અરબ સમુદ્રની સીમાથી ભેજવાળા ફુકાતા પવનને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી 5 દિવસ વરસાદની કોઈપણ સિસ્ટમ બનવાની શક્યતા નહિવત છે. હાલ ગરમી અને ઠંડીની બેવડી ઋતુ ચાલી રહી છે. હાલમાં ચાલી રહેલી ઋતુને પોસ્ટ મોન્સુન ટ્રાન્ઝિસ્ટ મહિનો કહેવાય છે. 

ગુજરાતમાં ચોમાસાની વિદાય છતાં વરસાદની આગાહી છે. આ વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વખતે એક પછી એક પશ્ચિમી વિક્ષેભ આવતા અને ઉત્તર ભારતમાં ઠંડી જલ્દી આવશે. જળની અસરના કારણે ગુજરાતમાં પણ વહેલી સવારે અને રાત્રે ઠંડા પાવનોના કારણે ઠંડક વધશે. હાલની ગરમીમાં ઘટાડો થશે. 5-6-7 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળો આવશે. જેમાં બેવડી ઋતુનો અનુભવ થશે. જનધનમાં રોગ આવવાની શક્યતા છે. 7 થી 10 ઓક્ટોબરે દેશના ઉતરીય પર્વતીય પ્રદેશો પંજાબ, રાજસ્થાન, હરિયાણામાં કરા સાથે વરસાદ થશે, જેની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતા છે. ત્યાર બાદ પણ પશ્ચિમી વિક્ષેભ આવશે. સીઝનની પહેલી હિમવર્ષા 7-9 ઓક્ટોબરમાં થશે. 12 ઓક્ટોબર સુધીમાં બંગાળના ઉપસાગરમાં તબાહી મચે તેવી શક્યતા છે. 12 ઓક્ટોબરે અરબસાગરમાં પણ હલચલ થઇ શકે છે. 

અંબાલાલ પટેલે નવરાત્રિમાં વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. તાપી, સુરત, નવસારી, ડાંગ, આહવાના ભાગોમાં વરસાદની શક્યતા છે. 7 ઓક્ટોબર પછી ચક્રવાત બનવાની સંભાવના છે. જેમાં 12 થી 15 ઓક્ટોબર દરમિયાન ભારે વાવાઝોડાની સંભાવના છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news