અમદાવાદમાં સાયબર ક્રાઈમમાં સતત વધારો, જાણો કયા કયા પ્રકારે થઈ રહી છે ઠગાઈ

શહેરમાં સાયબર ક્રાઈમમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોભ્યા ઓના કારણે જ ધુતારા સફળ થઈ રહ્યા છે. પોલીસ લોકોની ફરિયાદ કે અરજી લઈને આરોપીઓ પકડે છે. અનેક કાર્યક્રમો કરે છે છતાંય લોકો આ ઠગબાજોનો ભોગ બને છે. ત્યારે પોલીસ દ્વારા વધુ એક કેમ્પઈન હાથ ધરાયુ. તકેદારીમાં જ બચાવ કેમ્પઈનમાં શુ કહે છે પોલીસ તે જાણીએ આ અહેવાલમાં...
અમદાવાદમાં સાયબર ક્રાઈમમાં સતત વધારો, જાણો કયા કયા પ્રકારે થઈ રહી છે ઠગાઈ

ઉદય રંજન, અમદાવાદ: શહેરમાં સાયબર ક્રાઈમમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોભ્યા ઓના કારણે જ ધુતારા સફળ થઈ રહ્યા છે. પોલીસ લોકોની ફરિયાદ કે અરજી લઈને આરોપીઓ પકડે છે. અનેક કાર્યક્રમો કરે છે છતાંય લોકો આ ઠગબાજોનો ભોગ બને છે. ત્યારે પોલીસ દ્વારા વધુ એક કેમ્પઈન હાથ ધરાયુ. તકેદારીમાં જ બચાવ કેમ્પઈનમાં શુ કહે છે પોલીસ તે જાણીએ આ અહેવાલમાં...

ટેકનોલોજીના વિકસતા જતા યુગમાં ગુનાઓ પણ હાઇ-ફાઇ બન્યા છે. ત્યારે સાયબર ક્રાઇમ સહિત અન્ય ગુનાઓનું ટેકનોલોજી દ્વારા નિયંત્રણ થાય તે માટે ગુજરાત પોલીસને વધુને વધુ સુસજ્જ કરવામાં આવશે. આજના વિકસતા જતા ટેક્નોલોજીના યુગમાં બનતા સાયબર ક્રાઇમને રોકવા માટે ગુજરાત પોલીસ હવે મક્કમ બની છે. રામોલ પોલીસ દ્વારા કરવામાં આવેલ આ નવતર પ્રયોગ થી લોકો માં જાગૃતિ નો એક સંદેશ પોહચશે. સાયબર ક્રાઈમ સેલ અને રામોલ પોલીસે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે જેમાં રામોલ વિસ્તરમાં ઓનલાઈન પેમેન્ટ થી થતા ફ્રોડ થી કેવી રીતે બચી શકાય તેવા પોસ્ટરો લાગશે.

ઠગાઈના આ પ્રકારના કિસ્સા વધી રહ્યા છે
- ક્રેડિટ કાર્ડના પોઇન્ટ વધારવા ઠગબાજો ફોન કરીને પૈસા ચાઉં કરે છે.
- ડિસ્કાઉન્ટ કે અન્ય લોભામણી સ્કીમ આપી કાર્ડ નંબર માગી ઠગાઈ કરાય છે.
- સર્વેલન્સ માલવેર નામના સાયબર ક્રાઇમ પણ થાય છે, જેમાં અજાણી લિંક પર ક્લિક કરવાથી જ લોકોના પૈસા ઠગબાજો મેળવી લે છે
- એક્સ આર્મી મેનના નામે વાહન વેચવાની ઓફર મુકી ઠગાઈનું બજાર ચાલે છે.

તાજેતરમાં જે જે ઠગાઈ ની ફરિયાદો કે અરજીઓ શહેર પોલીસ પાસે આવી છે. તેમાં મોટા ભાગે આર્મી મેન ના નામે સસ્તા ભાવે વાહન વેચવાની જાળમાં લોકક ફસાયા હોવાનું સામે આવ્યું છે. આર્મી મેન દ્વારા olx પર સ્કીમ મુકવામાં આવે છે. સસ્તા ભાવે મળેલું વાહન સસ્તા ભાવે વેચવાનું કહી લોકોનો સંપર્ક સાધવામાં આવે છે. બાદમાં અમુક ચાર્જીસ ના નામે પૈસા મંગાવવામાં આવે છે અને તે પૈસા મળતા જ બેન્ક વિગતો મેળવી ઠગ ટોળકી લોકોના નાણાં ચાઉં કરી રહી છે. પોલીસ પણ આ ઠગાઈમાંથી બચવા લોકોને એક જ સલાહ આપે છે કે આવા મેસેજ, સ્કીમ માં ન પડવું જોઈએ. લોકોએ પોતાના કાર્ડની વિગતો ક્યાંય શેર ન કરવી જોઈએ.

પોલીસ એક જ વાત માને છે કે આટ આટલું કર્યા બાદ લોકો માત્ર આ બાબતોથી દૂર રહે. જો લોકો સમજીને જ દૂર રહેશે તો આવા બનાવો નહિ બને અને લોકોના નાણાં સુરક્ષિત રહેશે. લોકો ગમે તેવી લાલચમાં આવી લોભિયા બનશે તો જ ધૂતારા સક્રિય રહેશે તે વાત ચોક્કસ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news