માંગો તે નકલી ડિગ્રી મળશે! નકલીના સામ્રાજ્ય વચ્ચે અમદાવાદમાં ઝડપાયું મોટું કૌભાંડ

Ahmedabad Crime News: અમદાવાદ સાયબર ક્રાઇમ ને એક બાતમી મળી હતી કે શહેરના ફતેવાડી વિસ્તારમા આહેઝાઝ ખાન પઠાણ નામનો વ્યક્તિ ઇલેક્ટ્રિકની દુકાનમાં કમ્પ્યુટર લઈને નકલી ડોક્યુમેન્ટ બનાવી રહ્યો છે.

માંગો તે નકલી ડિગ્રી મળશે! નકલીના સામ્રાજ્ય વચ્ચે અમદાવાદમાં ઝડપાયું મોટું કૌભાંડ

ઉદય રંજન/અમદાવાદ: રાજ્યમાં ચાલતી નકલીના સામ્રાજ્ય વચ્ચે અમદાવાદ શહેરમાંથી નકલી ડોક્યુમેન્ટ બનાવતા એક આરોપીની સાયબર ક્રાઈમ બ્રાંચે અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી ધરપકડ કરી છે. ત્યારે શું છે સમગ્ર મામલો એને કેવી રીતે બનાવતો હતો નકલી ડોક્યુમેન્ટ?

અમદાવાદ સાયબર ક્રાઇમ ને એક બાતમી મળી હતી કે શહેરના ફતેવાડી વિસ્તારમા આહેઝાઝ ખાન પઠાણ નામનો વ્યક્તિ ઇલેક્ટ્રિકની દુકાનમાં કમ્પ્યુટર લઈને નકલી ડોક્યુમેન્ટ બનાવી રહ્યો છે. જેને લઇને સાયબર ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે તપાસ કરતા તેની ઓફિસમાંથી નકલી ડોક્યુમેન્ટ સાથે તેની ધરપકડ કરી હતી. ધરપકડ દરમિયાન 30 જેટલા નકલી ઇલેક્ટ્રિક બિલ અને આધાર કાર્ડ જન્મ અને મરણના દાખલા સહિત જેવા અન્ય ડોક્યુમેન્ટ મળ્યા હતા.

આરોપી અહેઝાઝ ખાન પઠાણ ધોરણ 10 ભણેલો છે પરંતુ પહેલાથી જ કમ્પ્યુટર પર કામ કરતો હતો. પહેલા સ્વિગી કમપનીમાં તે ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે કામ કરતો હતો. અને સાથે તે યુટયુબ અને સોશિયલ મીડિયામાં વેબસાઈટ પરથી નકલી ડોક્યુમેન્ટ બનાવતા શીખ્યો હતો. જે લોકોને લોન લેવા માટે જરૂરી ડોક્યુમે્ટ્સ ખૂટતા હોય તેવા લોકોને બનાવટી નકલી ડોક્યુમેન્ટ બનાવી આપતો હતો. લોકોની જરૂરિયાતની મુજબ ડોક્યુમેન્ટ્સ બનાવવા અંગે રૂપિયા લેવામાં આવતા હતા. સાયબર ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં 100 જેટલા ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને લાઇટબીલની સાથે સાથે બનાવટી પાનકાર્ડ પણ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 7 મહિનાથી બનાવટી ડોક્યુમેન્ટ બનાવતા આ વ્યક્તિએ અન્ય કેટલા લોકોને ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવીને લોન મેળવી છે. તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે. સાથે તેની મદદ કરનારાઓ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news