સંસ્કારીનગરી ફરી શર્મશાર - ત્રણ દિવસમાં 2 યુવતીની હત્યા, અન્ય એક પર ગેંગરેપ, ત્રણેય 19 વર્ષની...

crime against women : ડભોઈની યુવતી પર રિક્ષા ચાલકોએ લિફ્ટ આપવાના બહાને સામૂહિક દુષ્કર્મ આચર્યુ, ગર્ભવતી થતા જ યુવતીએ કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી. તો અન્ય એક કિસ્સામાં બે દિવસથી ગુમ થયેલી યુવતીની લાશ મળી છે

સંસ્કારીનગરી ફરી શર્મશાર - ત્રણ દિવસમાં 2 યુવતીની હત્યા, અન્ય એક પર ગેંગરેપ, ત્રણેય 19 વર્ષની...

ચિરાગ જોશી/ડભોઈ :વડોદરાની ધરતી મહિલાઓ માટે સલામત રહી નથી. સંસ્કારીનગરી ફરી શર્મશાર - ત્રણ દિવસમાં 2 યુવતીની હત્યા, અન્ય એક પર ગેંગરેપ થયો છે. અજીબ વાત એ છે, આ ત્રણેય 19 વર્ષની છે. વડોદરામાં 19 વર્ષીય યુવતીની હત્યા કરાયાના બે દિવસમાં બીજી 19 વર્ષીય યુવતીની કરપીણ રીતે હત્યા કરાઈ છે. તેમજ અન્ય એક યુવતી પર રિક્ષાચાલકોએ સામૂહિક દુષ્કર્મ કર્યાનુ સામે આવ્યુ છે. ત્રણ દિવસમાં મહિલાઓને લગતા ક્રાઈમના 3 ગુના બન્યા છે. જેમાં ત્રણેયમાં યુવતીઓનો જીવ ગયો છે. 

રિક્ષાચાલકોએ મળીને ગેંગરેપ કર્યો
ત્રણ માસ પૂર્વે બે હવસખોરોનો ભોગ બનેલી યુવતીએ મુંબઇમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ ડભોઇ પોલીસ મથકમાં ટ્રાન્સફર થતાં ડભોઇ પોલીસે તપાસ શરૂ કરી છે. ડભોઇ પોલીસ મુંબઇ પોલીસ મથકમાંથી ટ્રાન્સફર થયેલી ફરિયાદની તપાસ શરૂ કરે તે પહેલાં જ યુવતીએ ડભોઇ તાલુકાના કુરાલી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પડતું મુકી જીવાદોરી ટૂંકાવી છે. 19 વર્ષીય યુવતીએ નોઁધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, તે મુંબઈમાં એક પરિવારમાં ઘરકામ કરીને પોતાનુ ગુજરાન ચલાવતી હતી. તેનો પરિવાર ડભોઈમાં રહે છે. ત્રણ મહિના પહેલા તે ડભોઈ આવી હતી, અને પોતાના ઘરે જવા નીકળી હતી ત્યારે તે ઓટો રિક્ષામાં બેસી હતી. રિક્ષાચાલકો તેને લિફ્ટ આપવાના બહાને ડભોઈ તાલુકના લિંગસ્થળી ગામની સીમમાં લઈ ગયા હતા. જ્યા રિક્ષાચાલકોએ તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. ઈજ્જત જવાની બીકે યુવતી ઘરે આવી હતી અને કોઈને પોતાની સાથે થયેલા અત્યાચારની જાણ કર્યા વગર મુંબઈ જતી રહી હતી. પરંતુ થોડા દિવસો પહેલા તેની તબિયત બગડી હતી. જ્યાં તેની સારવાર કરવામાં આવતા નિદાન નીકળ્યુ તે ગર્ભવતી છે. તેના પેટમાં ત્રણ મહિનાનો ગર્ભ છે. આ સાઁભળીને યુવતી ચોંકી ઉઠી હતી. ત્યાર બાદ મુંબઈના પરિવારે તેને સાંત્વના અને હિંમત આપી હતી. જેના મદદથી તેણે પોલીસ સ્ટેશનમા ફરિયાદ કરી હતી. આ ફરિયાદ ડભોઈ પોલીસ સ્ટેશન ટ્રાન્સફર થઈ હતી. પરંતુ ટ્રાન્સફર થયેલી ફરિયાદની તપાસ શરૂ કરે તે પહેલાં જ યુવતીએ ડભોઇ તાલુકાના કુરાલી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પડતું મુકી જીવાદોરી ટૂંકાવી છે.

ડભોઈમાં બીજી 19 વર્ષીય યુવતીની લાશ મળી 
આજે ડભોઇ તાલુકાના તાલુકાના મંડાળા ગામની સીમમાં આદિવાસી 19 વર્ષીય યુવતીની લાશ મળી હતી. જેની દુપટ્ટાથી ટૂંપો મારીને હત્યા કરાઈ હતી. પોલીસ તપાસમા સામે આવ્યુ કે, આ યુવતી ડભોઈ તાલુકના મંડાળા ગામમાં રહેતા પરિવારની દીકરી છે. બે દિવસ પહેલા તે કુદરતી હાજતે જવા ઘરથી નીકળી હતી. પરંતુ મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. જેના બાદ આજે યુવતીનો મૃતદેહ ડભોઈના દિપકભાઈ પટેલના ખેતરમાંથી મળી આવ્યો હતો. પોલીસે લાશનો કબજો લઇ તપાસ શરૂ કરી હતી.

બે દિવસ પહેલા તૃષાની તેના પ્રેમીએ હત્યા કરી
વડોદરામાં 19 વર્ષની યુવતીની કરાઈ કરપીણ હત્યા કરાયેલી લાશ મળી છે. યુવતીને મારીને નેશનલ હાઈવે પાસે લેન્ડ ફિલ્ડ સાઈટ પર નાંખી દેવાઈ હતી. ત્યારે ગણતરીના કલાકોમાં વડોદરા પોલીસે આરોપી પ્રેમી કલ્પેશ ઠાકોરને પકડી પાડ્યો હતો. વડોદરામાં 19 વર્ષની યુવતીની પ્રેમીએ જ ક્રુરતાપૂર્વક હત્યા કરી હતી. યુવકે તેને હાઈવે પર બોલાવીને ધારિયાથી એટલા ઘા માર્યાં કે તે લોહીમાં રગદોળાઈ હતી, અને ત્યાં જ તેનો જીવ ગયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news