સુઈગામની સેવડ ગામે નર્મદાની કેનાલમાં 20 ફુટનું ગાબડું, પાક ધોવાતા ખેડૂતોમાં રોષ

બનાસકાંઠાની સુઈગામની સેવડ ગામે નર્મદાની માઈનોર કેનાલમાં 20 ફુટનું ગાબડું પડ્યું છે.

સુઈગામની સેવડ ગામે નર્મદાની કેનાલમાં 20 ફુટનું ગાબડું, પાક ધોવાતા ખેડૂતોમાં રોષ

અલકેશ રાવ/પાલનપુર: બનાસકાંઠાની સુઈગામની સેવડ ગામે નર્મદાની માઈનોર કેનાલમાં 20 ફુટનું ગાબડું પડ્યું હતું. કેનાલમાં અવારનવાર ગાબડા પડવાથી ખેડૂતોને મોટી માત્રા નુકશાન થઇ રહ્યું છે. એક બાજુ વરસાદ ઓછો પડવાથી ખેડૂતોને પહેલેથી જ વાવેતરમાં તકલીફ પડી રહી છે. ગાબડુ પડતા આજુબાજુના ખેતરોમાં પણી ફરી વળતા ખેડૂતોને મોટી સંખ્યામાં તકલીફ પડી છે. તમામ પાક ધોવાઇ ગયો છે.  

કેનાલમાં ગાબડું પડતા કેનાલનું પાણી ખેતરોમાં ફરીવળ્યું છે. ખેતરમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું હતું તે તમામ પાક ધોવાઇ જતા ખેડૂતોને મોટી સંખ્યામાં નુકશાન થયું છે. વારંવાર ખેતરમાં ગાબડા પડવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ખોડૂતોનો આક્ષેપ છે કે કેનાલ બનાવવામાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાના કારણે કેનાલમાં ગાબડા પડે છે.

જવાબદાર લોકો સામે થવી જોઇએ કાર્યવાહી: ખેડૂતો 
કેનાલમાં અવારનાવર ગાબડા પડવાથી ખેૂડૂતોને મોટી સંખ્યામાં નુકશાન થઇ રહ્યું છે. આ કેનાલ બનાવામાં કૌભાંડ અથવા તો ભષ્ટ્રાચાક થયો હોવાનો ખેડૂતોનો દાવો છે. કેનાલ બનાવામાં હલકી ગુણવત્તા વાળા માલનો ઉપયોગ કરવાથી કેનાલોમાં ગાબડા પડી રહ્યા છે. આ અંગે જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે ખેડૂતોની માંગ કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news