સુરત: 1300 કેરેટનો કરોડોનો હીરો લઇને કારીગર ફરાર થઇ જતા ચકચાર
Trending Photos
ચેતન પટેલ / સુરત: ડાયમંડ સિટીમાં ફરી એક વખત કરોડના હીરાની ચોરીથી ચકચાર મચી જવા પામી છે. હીરા ફેક્ટરીમાંથી કારીગરો 1300 કેરેટના કરોડો રૂપિયાના હીરા લઈ ફરાર થઈ ગયા છે. આ ઘટનાની જાણકારી ત્યારે મળી જ્યારે બે કારીગરો મેનેજરને હીરા આપવાના બદલે હીરા લઈને ત્યાંથી નાસી ગયા. બંને કારીગરો સીસીટીવી કેમેરામાં પણ દેખાય છે જેના આધારે સુરત કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા: ખેડૂતે પોતાની પદ્ધતીમાં કર્યો નાનકડો ફેરફાર અને કરી લાખો રૂપિયાની કમાણી
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા પટેલ ફળિયામાં આવેલ હીરાના કારખાનામાંથી અંદાજે બે કરોડથી વધુના 1300 કેરેટ હીરાની ચોરીની ઘટનાની જાણ થતાં સુરત પોલીસ હરકતમાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. કતારગામમાં આવેલા પટેલ ફળિયામાં ચાલતી એચવીકે નામની હીરાની કંપનીમાં બે કારીગરોને 1300 કેરેટ હીરા બોઈલ કરવા માટે આપવામાં આવ્યાં હતાં. આ તમામ હીરા કારીગરોને મેનેજરને આપવાના હતા પરંતુ મેનેજરને હીરા આપવાને બદલે બે કારીગરો કરોડો રૂપિયાના હીરા લઇ નાસી ગયા હતા.
આ સમગ્ર ઘટના અંગે કંપની દ્વારા કતારગામ પોલીસને જાણ કરાઇ હતી. કંપની દ્વારા પોલીસને જણાવવામાં આવ્યુ હતુ કે આ બંને કારીગરો હીરાને બોઈલ કર્યા બાદ આ હીરા કારીગરોએ પરત મેનેજર કે શેઠને આપવાની જગ્યાએ હીરા લઈને નાસી ગયાં હતાં. કરોડો રૂપિયાની હીરાની ચોરીને લઇ પોલીસ પણ હરકતમાં આવી છે. કંપનીના તમામ સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવ્યા છે, સાથે જે બંને કારીગરો હીરા લઇ નાસી ગયા છે બંને ના ડોક્યુમેન્ટ કંપની પાસેથી કબજે કરી તેની તપાસ હાથ ધરી છે. કંપનીના લોકોના જણાવ્યા મુજબ આ બંને કારીગરો વર્ષોથી કામ કરતા હતા, જેઓની ઉપર કંપનીને વિશ્વાસ હતો પરંતુ શા માટે આવી તેઓ હીરા લઈને નાસી ગયા હતા તે અંગે કંપની પણ આશ્ચર્યમાં મૂકાઈ છે જોકે સીસીટીવીના આધારે પોલીસે આ બંને કારીગરોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે