લોકસભા માટે પાટીલ હવે કંઈક નવુ કરશે, વિધાનસભા ચૂંટણી કરતા પણ ખાસ હશે
Gujarat Loksabha Election 2024 : ગુજરાત ભાજપે લોકસભા 2024 માટે શરૂ કરી તૈયારીઓ! સી.આર. પાટીલની મહત્વપૂર્ણ જાહેરાત
Trending Photos
Gujarat Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 અંગે અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સત્તાધારી ભાજપ એકવાર ફરીથી કાર્યકરોમાં જીત માટે જોશ ભરી રહ્યો છે. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી માટે ભાજપ વિધાનસભા કરતા પણ મોટું પ્લાનિંગ કરશે. ભાજપે અત્યારથી જ લોકસભા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે હવે માઈનસ બૂથને પ્લસ કરવા કવાયત હાથ ધરી છે. શું છે ભાજપનો આ પ્લાન તે જોઈએ.
વિરોધીઓની ડિપોઝીટ જપ્ત કરવાનું પ્લાનિંગ
શનિવારે સાંબરકાઁઠા જિલ્લામાં ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ હાજર રહ્યા હતા. ત્યારે સીઆર પાટીલે કહ્યુ હતું કે, લોકસભાની 26 બેઠકો જીતવું આપણો લક્ષ્યાંક છે. પંરતુ તેની સાથે વિરોધ પક્ષના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કેવી રીતે કરવી તે માટે મહેનત કરવાની છે. સાંબરકાંઠા જિલ્લામાં 1323 બૂથમાંથી 400 બૂથ માઈનસ છે. એટલે કે 33 ટકા બૂથ કેમ માઈનસ રહ્યાં અને તેને કેવી રીતે પ્લસ કરવામા આવે તે અંગે જિલ્લા કાર્યકરોને મહેનત કરવી પડશે.
આ પણ વાંચો :
તેઓએ કાર્યકર્તાઓને જણાવ્યું કે, ભાજપના કાર્યકરો ચૂંટણીમાં કેવું પરિણામ લાવી શકે તે 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં સાબિત કરી દીધું છે. ત્યારે હવે આખા દેશની નજર લોકસભાની ચૂંટણી પર છે. તેથી ભાજપના કાર્યકરો ફક્ત રાજકારણ નહિ, સાથે સાથે સમાજકરણ અને સેવાકીય પ્રવૃત્તિ કરે છે.
તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતની આ વખતની ચૂંટણીમાં 20 બેઠકો એવી છે જે માત્ર 5 હજારથી ઓછા જેટલા મતે હાર્યા હતા. જો આ બેઠકો પર વધુ મહેનત કરી હોત તો 176 બેઠકો આપણે જીતી શક્યા હોત. આ વખતની ચૂંટણીમાં 182 નો લક્ષ્ય દૂર ન હતો. ભલે ચૂંટણીમાં રેકોર્ડ સર્જ્યો, પણ હજુ સંતોષ નથી રાખવાનો.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે