Corona ની Third Wave ને ખુલ્લું આમંત્રણ, લોકો બન્યા બિન્દાસ, બજારોમાં જામી ભીડ

અમદાવાદ (Ahmedabad) ના ત્રણ દરવાજા બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી પડ્યા છે.

Corona ની Third Wave ને ખુલ્લું આમંત્રણ, લોકો બન્યા બિન્દાસ, બજારોમાં જામી ભીડ

આશ્કા જાની, અમદાવાદ: રાજ્ય (Gujarat) માં ધીમે ધીમે બીજી લહેર (Second Wave) ની અસર ઓછી થતી જાય છે. સતત કોરોના કેસ (Corona Case) ઘટી રહ્યા છે. રાજ્ય (Gujarat) માં છેલ્લા કેટલાક સમયથી સતત 150થી પણ ઓછા કેસ નોંધાય છે. જેના લીધે સરકારે ધીમે ધીમે ક્રમશ છૂટમાં વધારો કર્યો છે. જેથી ધંધા રોજગાર પાટા પર આવી શકે છે. પરંતુ સાથે સાથે કોરોનાના નિયમોનું પાલન કરવાની જરૂરથી સૂચના આપી છે. પરંતુ લોકો નિયમો નેવે મૂકીને બિન્દાસ બની ગયા છે. 

Electricity Saving Tips: આ 4 રીતને અપનાવશો ઓછું થઇ જશે લાઇટ બિલ, દર મહિને થશે મોટી બચત
 
અમદાવાદ (Ahmedabad) ના ત્રણ દરવાજા બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી પડ્યા છે. આ લોકો માસ્ક પહેર્યા વિના સોશિયલ ડિસ્ટન્સ (Social Distancing) ના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવતા જોવા મળી રહ્યા છે. આ દ્વશ્યો જોઇને એવું લાગી રહ્યું છે આ લોકો ખુલ્લેઆમ કોરોનાની ત્રીજી લહેરને જાણે આમંત્રણ આપી રહ્યા હોય.
No description available.
કારની ફ્રંટ સીટમાં Dual Airbag લગાવાની જરૂર નથી, December સુધી વધારી ડેડલાઇન

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાનો વેરિએન્ટ ડેલ્ટા પલ્સ (Delta Plus) ના કેસ મળી રહ્યા છે ત્યારે આ તરફ બિન્દાસ બનેલા લોકો આગામી દિવસોમાં ડેલ્ટા પલ્સને નોતરું આપે તેમાં કોઇ નવાઇ નહી. 

કોરોના (Covid 19) ની બીજી લહેરનો ખતરો ઓછો થતા હવે ધીરે ધીરે ગુજરાત અનલોક તરફ વળી રહ્યું છે. સરકારે આપેલી છૂટછાટ મુજબ રવિવારથી ગુજરાતમાં અનેક સુવિધાઓ મળવાનું શરૂ થઇ ગયું છે. 36 માંથી 18 શહેરો કરફ્યૂ મુક્ત થયા છે. એટલે કે, માત્ર 18 શહેરોમાં જ રાત્ર 10 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ (curfew) રહેશે. સાથે જ હોટલ, ગાર્ડન, મલ્ટીપ્લેક્સ બધુ જ આજથી ખૂલશે. આ છૂટછાટો (gujarat unlock) 10 જુલાઈ સુધી લાગુ રહેશે. 

માત્ર આ 18 શહેરોમાં જ થશે કર્ફ્યુનું પાલન
રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુ (curfew) સહિતના નિયંત્રણો ચાલુ રહેશે. આ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો છે. આ 18 શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૩૦ જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news