કોરોના પોઝિટિવ દર્દી હોસ્પિટલમાં તોફાન કરતા પોલીસે આગવી ઢબે 'સારવાર' કરી

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજકોટ શહેરનાં કોરોના પોઝિટિવ દર્દીઓનો કુલ આંકડો 564 પર પહોંચી ચુક્યો છે. રાજકોટ ગ્રામ્યમાં નોંધાયેલા કેસનો આંકડો 379 પર પહોંચ્યો છે. હાલ 264 દર્દીઓ સારવાર ચાલી રહી છે. આ દરમિયાન કોવિડ કેરમાં બનેલા એક બનાવે ખુબ જ ચર્ચા જગાવી છે.  સિવિલ કોવિડ કેર ખાતે એક દર્દીએ ખુબ જ તોફાન મચાવ્યું હતું. જો કે તે કોરોના પોઝિટિવ હોવાનાં કારણે ડોક્ટર સહિતનો સ્ટાફ અને પોલીસ સ્ટાફ પણ તેનાથી દુર રહેતો હતો. જેના કારણે તે મન ફાવે ત્યાં ફરતા હતા અને મન ફાવે તેવું વર્તન કરતા હતા.
કોરોના પોઝિટિવ દર્દી હોસ્પિટલમાં તોફાન કરતા પોલીસે આગવી ઢબે 'સારવાર' કરી

રાજકોટ : રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજકોટ શહેરનાં કોરોના પોઝિટિવ દર્દીઓનો કુલ આંકડો 564 પર પહોંચી ચુક્યો છે. રાજકોટ ગ્રામ્યમાં નોંધાયેલા કેસનો આંકડો 379 પર પહોંચ્યો છે. હાલ 264 દર્દીઓ સારવાર ચાલી રહી છે. આ દરમિયાન કોવિડ કેરમાં બનેલા એક બનાવે ખુબ જ ચર્ચા જગાવી છે.  સિવિલ કોવિડ કેર ખાતે એક દર્દીએ ખુબ જ તોફાન મચાવ્યું હતું. જો કે તે કોરોના પોઝિટિવ હોવાનાં કારણે ડોક્ટર સહિતનો સ્ટાફ અને પોલીસ સ્ટાફ પણ તેનાથી દુર રહેતો હતો. જેના કારણે તે મન ફાવે ત્યાં ફરતા હતા અને મન ફાવે તેવું વર્તન કરતા હતા.

જો કે વૃદ્ધનાં તુમાખી ભર્યા વર્તનથી કંટાળેલી પોલીસે PPE કીટ પહેરીને તેની સરભરા કરી હતી. રાજકોટ કોવિડ હોસ્પિટલમાં એક વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે તેઓએ સારવારના બદલે તોફાનો ચાલુ કરી દીધા હતા. અરજણભાઇ નામના આ વૃદ્ધ ડોક્ટર કે નર્સિંગ સ્ટાફનું કહ્યું માનતા નહોતા. ઉપરાંત તેમને અભદ્ર શબ્દો પણ બોલતા હતા અને અભદ્ર વર્તન પણ કરતા હતા. કોવિડ કેર સેન્ટરની બહાર નિકળી જતા હતા. પોલીસને પણ ગાંઠતા નહોતા. 

જેથી આખરે પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસ અનોખો રસ્તો અપનાવ્યો હતો. પોલીસ પીપીઇ કિટ પહેરીને આવી હતી અને તેમને ડન્ડા સેનિટાઇઝ કરીને ફટકાર્યા હતા. આનાકાની કરી રહેલા અરજણ ભાઇને પોલીસે આગવી અદામાં સરભરા કરી હતી. જો હવે તેઓ આવું કરશે તો તેમના પર કેસ કરવાની પણ ચિમકી ઉચ્ચરતા પ્રૌઢને પોલીસ ચમત્કારનું ભાન થયું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલી સારવાર બાદ તેઓ શીધા દોર થઇ ગયા હતા. પોતાના બેડ પર શાંતિથી સુઇ ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news