Corona: ગુજરાતમાં નવા 108 કેસ નોંધાયા, 4 લોકોના મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 1851


અમદાવાદમાં કોરોના વાયરસના નવા 91 કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કુલ પીડિતોની સંખ્યા 1192 પર પહોંચી ગઈ છે. 
 

Corona: ગુજરાતમાં નવા 108 કેસ નોંધાયા, 4 લોકોના મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 1851

હિતલ પારેખ/ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનો વ્યાપ સતત વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના નવા 108 કેસ નોંધાયા છે. તો ચાર લોકોના મોત થયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1851 પર પહોંચી ગઈ છે. અમદાવાદમાં જ 91 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે શહેરમાં કુલ પીડિતોની સંખ્યા 1192 થઈ ગઈ છે. અમદાવાદમાં 68 કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી આવ્યા છે. 

નવા 108 કેસ
ગુજરાતમાં ગઈકાલે સાંજથી લઈને અત્યાર સુધી નવા 108 કેસ નોંધાયા છે. તો ચાર લોકોના મૃત્યુ પણ થયા છે. આ માહિતી રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં આપી છે. આ 108 પૈકી કેસોમાં 91 કેસ અમદાવાદ, અરવલ્લીમાં 6, રાજકોટમાં 2, સુરતમાં 2, કચ્છમાં 2, વડોદરા, મહેસાણા અને પંચમહાલમાં એક એક કેસ નોંધાયો છે. તો ચાર મૃત્યુમાં અમદાવાદમાં બે અને સુરતમાં બે મૃત્યુ નોંધાયા છે. તો એક વ્યક્તિ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 67 લોકોના મોત થયા છે. 

ગુજરાતમાં કોરોનાના કુલ 1851 કેસ
આ 108 કેસના વધારા સાથે ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1851 પર પહોંચી ગઈ છે. અમદાવાદમાં સૌથી વધુ 1192 કેસ સામે આવ્યા છે. ત્યારબાદ સુરતમાં 244, વડોદરામાં 181, રાજકોટમાં 38, ભાવનગરમાં 32 કેસ સામે આવ્યા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news