દાદાના ધામમાં હજુ પહોંચી શક્યો નથી કોરોના, લોકડાઉનમાં 2.75 કરોડ લોકો કરે છે દાદાના દર્શન

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જોકે ગુજરાતના ધાર્મિક સ્થળો કોરોના મુક્ત રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 3700ને પાર પહોંચી ચૂકી છે. ત્યારે દેશના પ્રથમ જ્યોર્તિલિંગ એવા યાત્રાધામ સોમનાથ ખાતે એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

દાદાના ધામમાં હજુ પહોંચી શક્યો નથી કોરોના, લોકડાઉનમાં 2.75 કરોડ લોકો કરે છે દાદાના દર્શન

સોમનાથ: ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જોકે ગુજરાતના ધાર્મિક સ્થળો કોરોના મુક્ત રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 3700ને પાર પહોંચી ચૂકી છે. ત્યારે દેશના પ્રથમ જ્યોર્તિલિંગ એવા યાત્રાધામ સોમનાથ ખાતે એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા લોકડાઉન દરમ્યાન તા.19-03 થી જ મંદીર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યુ છે જો કે નિયમાનુસાર રોજ જરૂરીયાત મુજબનો સ્ટાફ એટલે કે એક પુજારી સહીત પટ્ટાવાળા અને સીક્યુરીટી દ્વારા મંદીર ખોલવામા આવે છે અને નિત્યક્રમ મુજબ ભગવાનની પુજા આરતી કરવામાં આવે છે. સાયં આરતી બાદ મંદીર બંધ કરવામાં આવે છે. જો કે ભાવિકો માટે ટ્રષ્ટ દ્વારા ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી ભાવિકોને સોમનાથ મહાદેવના દર્શન કરાવવામાં આવે છે. 

ત્યારે લોકડાઉન દરમિયાન અંદાજે 2.75 કરોડ ભાવિકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શનનો લ્હાવો લીધો છે.વધુમાં મેનેજરે જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન ભાવિકો દ્વારા માત્ર બે લાખની પુજા વિધી ઓનલાઇન નોંધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news