કોરોનાને કારણે અટકી પડ્યો ગુજરાત-ચીનનો વ્યાપાર, હવે ઊંઝાના વેપારીઓ પણ મુશ્કેલમાં મૂકાયા

ચીન (China) માં કોરોના વાયરસ (Coronavirus) ની અસર ન માત્ર ચીનને પણ તેની સાથે વેપારમાં જોડાયેલા અનેક દેશોને પણ થઈ રહી છે. તેમાં ખાસ કરીને જીરાના ઉત્પાદન માટે જાણીતું ઊંઝા પણ સામેલ છે. હજારો ટન જીરું હાલ કોરોનાના કારણે અટકી પડ્યું છે. જોકે, કોરોના વાયરસની અસર માત્ર જીરુના વેપારને જ નહિ, પરંતુ અનેક એવા વેપારની થઈ છે, જ્યાં ભારતમાં ચીનમાં આયાત નિકાસ થાય છે. ગુજરાતમાંથી અનેક વસ્તુઓ ચીનમાં એક્સપોર્ટ થાય છે, જે પણ અટકી પડી છે.
કોરોનાને કારણે અટકી પડ્યો ગુજરાત-ચીનનો વ્યાપાર, હવે ઊંઝાના વેપારીઓ પણ મુશ્કેલમાં મૂકાયા

તેજસ દવે/મહેસાણા :ચીન (China) માં કોરોના વાયરસ (Coronavirus) ની અસર ન માત્ર ચીનને પણ તેની સાથે વેપારમાં જોડાયેલા અનેક દેશોને પણ થઈ રહી છે. તેમાં ખાસ કરીને જીરાના ઉત્પાદન માટે જાણીતું ઊંઝા પણ સામેલ છે. હજારો ટન જીરું હાલ કોરોનાના કારણે અટકી પડ્યું છે. જોકે, કોરોના વાયરસની અસર માત્ર જીરુના વેપારને જ નહિ, પરંતુ અનેક એવા વેપારની થઈ છે, જ્યાં ભારતમાં ચીનમાં આયાત નિકાસ થાય છે. ગુજરાતમાંથી અનેક વસ્તુઓ ચીનમાં એક્સપોર્ટ થાય છે, જે પણ અટકી પડી છે.

ખેડૂતોએ આ વર્ષે એક પછી એક મુસીબતો જોઈ. તો મોંઘવારીના કારણે વેપારીઓની હાલત પણ કફોડી થઈ. હવે કોરોના વાયરસના કારણે આયાત-નિકાસના સોદાઓ પણ અટકી પડ્યાં છે. મહેસાણાના ઊંઝાથી દેશ-વિદેશમાં ખૂબ મોટા પ્રમાણે જીરું મોકલવામાં આવે છે અને તેમાં ચીન પણ સામેલ છે. પરંતુ ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય વેપારમાં હાલ કોરોનાને કારણે માઠી અસર પડી છે અને હજારો ટન જીરું ગોડાઉનમાં પડ્યું રહ્યું છે તેવું ઊંઝાના એક્સપોર્ટર કૃણાલ શાહે જણાવ્યું હતું. 

જીરું એક્સોપર્ટ થતાં અટકતાં તેના ભાવમાં પણ કિલોએ 30થી 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. દિવસેને દિવસે ચીનની હાલત વધુ ખરાબ થતાં જીરુંના વેપારીઓ સાથે ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે. માલનો ભરાવો આ મંદીના માહોલમાં પોસાય તેમ નથી. બજારમાં ઘરાકીનો અભાવ અને વાયદામાં વોલ્યુમ કપાઈ રહ્યાં છે. ડોલરનો મજબૂત સપોર્ટ પણ ચીનના બજાર બંધ રહેવાથી થયેલી મંદીમાંથી ઉગારી શકે તેમ નથી.

કોરોના વાયરસના કારણે ચીનના તમામ પ્રકારના વ્યવહાર ઠપ્પ થયા છે. સાથે જ તેની સાથે વેપાર-ઉદ્યોગમાં સંકળાયેલા દેશો પણ પરેશાની વેઠી રહ્યાં છે. હાલ તો સૌથી વધુ અસર ભારતમાં કુદરતી આફતોનો સામનો કરી રહેલા ખેડૂતોને વેઠવી પડી રહી છે તેવું કહેવામાં કઈ ખોટું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news