ગાંધીનગર: સ્વર્ણિમ સંકુલમાં કરાયો કોરોના ટેસ્ટ, એક કર્મચારીનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
Trending Photos
હિતલ પારેખ, ગાંધીનગર: સચિવાલય બાદ હવે ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સવારથી જ સ્વર્ણિમ સંકુલમાં સૌપ્રથમ સીએમ કાર્યાલયના કર્મચારીઓ અધિકારીઓ અને ત્યારબાદ અન્ય મંત્રીઓના, કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓને હવે કોરોનાનો રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જુના અને નવા સચિવાલય બાદ સ્વર્ણિમ સંકુલમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સવારથી શરૂ થયેલા કોરોનાના ટેસ્ટમાં બપોરે 12 વાગ્યા સુધીમાં મુખ્યમંત્રી કાર્યાલયના એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યો છે.
સ્વર્ણિમ સંકુલ સિવાય અગાઉ સચિવાલયમાં કર્મચારીઓ અધિકારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં કેટલાક કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા વધુ કાર્યવાહી હાથધરવામાં આવી હતી. વિધાનસભા સત્ર મળે તે પહેલાં સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી સહિત વિધાનસભાના તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં એક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાનું સંક્રમણ અટકાવવા વ્યાપક પ્રમાણમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે