Coronavirus: વડોદરા, સુરત સહિત આ શહેરોમાં જાણો આજે કેટલા નોંધાયા કોરોનાના પોઝિટિવ કેસ
Trending Photos
ઝી મીડિયા, બ્યૂરો: રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના અપડેટ આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 513 કેસ નોંધાયા છે. જ્યારે 38 દર્દીના મોત થયા છે તો 366 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. ત્યારે વડોદરા સુરત, અને રાજકોટ સહિત રાજ્યના કયા શહેરમાં કેટલા કોરોના પોઝિટિવ દિવસ દરમિયાન સામે આવ્યા છે.
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે નવા 3 કેસ સામે આવ્યા છે. કલોલમાં 2 અને ગાંધીનગર તાલુકામાં 1 કેસ સામે આવ્યો છે. જ્યારે આજે એક દર્દીનું મોત થયું અને 15 સારવાર લઈ રહેલા દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:- Coronaupdates: અમદાવાદથી ભાવનગર કોરોનાનો ચેપ લઈ જનારા વધ્યા, ભરૂચમાં 5 અને રાજકોટમાં 3 નવા કેસ
વડોદરામાં કોરોનાના વધુ 37 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. વડોદરામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1484 થઈ છે. જ્યારે 181 સેમ્પલમાંથી 37 પોઝિટિવ આવ્યા છે. તો બીજી તરફ કોરોનાથી આજે 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 935 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વડોદરાના બાજવા, પાદરા, મંજૂસર અને કરજણ જેવા ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસ નોંધાયા છે.
સુરતમાં આજે 56 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. કતારગામ અને લિબાયત ઝોનમાં સૌથી વધુ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ તમામ દર્દીઓના પરિવારને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 8 કેસ નોંધાયા છે. બારડોલી તાલુકામાં 2 કેસ, કામરેજ તાલુકામાં 3 કેસ, પલસાણા તાલુકામાં 2 કેસ અને ચોર્યાસી તાલુકામાં 1 કેસ નોંધાયો છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 217 થઈ છે. અત્યાર સુધીમાં કોરોનાથી 2 લોકોના મોત થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 19 લોકો સાજા થઈ પરત ફર્યા છે. જ્યારે 98 લોકો સારવાર હેઠળ છે.
આ પણ વાંચો:- અમદાવાદ: લોકડાઉનમાં બેરોજગાર થતા યુવાનનો આપઘાત
રાજકોટ સિવિલ હોસ્પિટલના બે મહિલા તબીબને કોરોના પોઝિટિવ આવ્યો છે. અમદાવાદથી ફરજમાંથી પરત આવેલી બે મહિલા ડોક્ટરના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજકોટ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 149 પર પહોંચ્યા છે. જેમાં શહેર વિસ્તારમાં 101 એને ગ્રામ્ય વિસ્તારમાં 48 કેસ છે.
નવસારી જિલ્લામાં આજે વધુ 4 નવા કેસ નોંધાયા છે. ત્યારે આ તમામ લોકોને સરવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં કુલ 38 કેસ નોંધાયા છે. જેમાંથી 24 સાજા થયા છે. જ્યારે 1 નું મોત છયું છે અને 13 એક્ટીવ કેસ છે.
સાબરકાંઠા જિલ્લામાં વધુ 3 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હિંમતનગર શહેરમાંથી 46 વર્ષીય પુરૂષ અને 25 વર્ષીય પુરૂષને કોરના પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 109 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે 89 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 5 દર્દીઓના મોત થયા છે.
મહેસાણા જિલ્લામાં આજે કુલ 7 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં મહેસાણામાં 3, કડીમાં 3 અને વિસનગરમાં 1 કેસ નોંધાયો છે. મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 173 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અત્યારસુધીમાં 114 દર્દીઓ કોરના મુક્ત થયા છે. જિલ્લામાં કોરોનાના કારણે 13 દર્દીઓના મોત નિપજ્યા છે. મહેસાણા જિલ્લામાં કુલ 188 શંકાસ્પદ નમુનાનું પરીણામ બાકી છે.
બનાસકાંઠામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. પાલનપુરના અનાંદનગરમાં રહેતા એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં હાલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 148 થઈ છે. તો બીજી તરફ અવલ્લી જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. માલપુરના મેવડામાં 23 વર્ષીય યુવતીને કોરના પોઝિટિવ આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં કુલ 142 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
પાટણમાં વધુ બે કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. પાટણમાં 41 વર્ષીય પુરૂષ અને 54 વર્ષીય પુરૂષને કોરના પોઝિટિવ આવ્યો છે. આ બંને દર્દીઓને ધારપુર હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સરાવરા માટે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો:- જોઈ લો, કેવી રીતે ભાજપી નેતા અલ્પેશ ઠાકોરે સભા યોજીને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડ્યા
પંચમહાલ જિલ્લામાં 4 નવા કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાં ગોધરાના 65 વર્ષીય વૃદ્ધ અને 28 વર્ષીય તબીબને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે હાલોલમાં 55 વર્ષીય પુરૂષ અને 28 વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કુલ આંકડો 126 થયો છે. જેમાં કુલ 12 લોકોના મોત થયા છે.
બોટાદ જિલ્લામાં નવા 4 કોરના પોઝિટિવ કેસ નોંધાયા છે. બોટાદ શહેરના એક જ પરિવારના 4 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં 40 અને 46 વર્ષીય પુરૂષ તેમજ 81 એને 38 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમની બે અઠવાડિયા પહેલા અમદાવાદ અને નડિયાદની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. જ્યારે બોટાદમાં કુલ 64 કેસ નોંધાયા છે. જેમાં 2 દર્દીના મોત થયા છે. જ્યારે 57 લોકો સ્વસ્થ થતા ડિસ્ચાર્જ થયા છે. હાલ કુલ 5 કેસ એક્ટીવ છે.
અમરેલી જિલ્લામાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ધારીના ભાડરે ગામે 20 વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે બાબરાના 42 વર્ષીય પુરૂષને કોરના પોઝિટિવ આવ્યો છે. બંને કોરોના પોઝિટિવ જુદી જુદી તારીખે અમદાવાદથી આવેલા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 20 થઈ છે. જ્યારે કુલ એક્ટીવ કેસ 8 છે.
ભાવનગર જિલ્લામાં વધુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. મૂળ ભાવનગરના અને હાલ અમદાવાદથી આવેલા પતિ-પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 59 વર્ષીય પુરૂષ અને 58 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગારીયાધાર ખાતે પોતાની દીકરીના ઘરે લક્ષણો દેખાત આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે