કોરોનાની અસરઃ સુરત ટેક્સટાઈલ માર્કેટને 14500 કરોડનું નુકસાન

કોરોના મહામારીને કારણે વેપાર-ઉદ્યોગો પર મોટી અસર પડી છે. સુરત શહેર પણ આ મંદીમાંથી બાકાત રહ્યું નથી. વિશ્વભરમાં ટેકસટાઇલ સિટી તરીકે જાણીતા સુરતના ટેકસટાઇલ ઉદ્યોગને હજારો કરોડનું નુકશાન થયું છે. 

કોરોનાની અસરઃ સુરત ટેક્સટાઈલ માર્કેટને 14500 કરોડનું નુકસાન

ચેતન પટેલ, સુરત: વિશ્વભરમાં ટેકસટાઇલ સિટી તરીકે જાણીતા સુરતના ટેકસટાઇલ ઉદ્યોગને હજારો કરોડનું નુકશાન થયું છે. લોકડાઉન બાદ એનલોક 1-2 અને 3 દરમ્યાન મહત્વની સિઝન નિકળી જતા 14500 હજાર કરોડનું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં આમ તો 65 હજાર જેટલી દુકાનો આવેલી છે. પરંતુ હાલની કોરોનાની સ્થિતિમાં માત્ર 25 ટકા દુકાનો ખોલવામાં આવી રહી છે.

સુરતનો ટેક્સટાઈલ માર્કેટ કે જ્યાં દેશભરના લોકો ખરીદી કરવા આવતા હોય છે અને અહીંથી કરોડો રૂપિયાનો વેપાર દેશભરમાં થાય છે. સુરત કાપડ બજાર એશિયાનો સૌથી મોટા કાપડ બજારનું હબ છે. અહીં 300 થી વધુ કાપડ માર્કેટ છે. જેમાં 65 હજારથી વધુ કાપડની દુકાનો છે. 350 પ્રોસેસિંગ હાઉસ છે. ત્યારે વીવીંગ ઇન્ડસ્ટ્રીની સાથે એમ્બ્રોઇડરી અને વેલ્યુ એડીશન કરનાર સુરત ટેકસટાઇલની હાલત કફોડી બની છે. સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગના જુદા જુદા ચાર પાર્ટ છે.જેમાં આશરે ૧૫ લાખ જેટલા લોકો જોડાયેલા છે. જે પૈકી કપડા બજારમાં કટિંગ, પેકીંગ, ફોલ્ડિંગ,લોડિંગ -અનલોડિંગ મળીને લગભગ પોણા ચાર લાખ થી ચાર લાખ જેટલા કારીગરો કામ કરે છે. પરંતુ જ્યારથી જીએસટી લાગ્યો છે ત્યારથી ઉદ્યોગ ધીમે ધીમે મરણ પથારીએ જવા લાગ્યો હોય એવું વેપારીઓ માની રહ્યા છે અને આ વચ્ચે કોરોનાની સ્થિતિ આવતાં લોકડાઉન સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યું હતું જેને કારણે દેશભરમાં જેના કારણે વેપાર સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો હતો.સુરતના મોટેભાગના કારીગરો રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી,બિહારના છે. એસોસિયેશનના પ્રમુખ રંગનાથ શારદાએ જણાવ્યું હતું  કે, લોકડાઉનના બે ફેઝમાં અમારી માર્ચ એપ્રિલની બે મહિનાની લગ્નપ્રસંગ,રમજાન,વૈશાખી, અખાત્રીજ વગેરે જેવી મહત્વની સિઝન નિકળી ગઈ છે.. જીએસટી પહેલા રોજ સવા ચાર કરોડ મીટર પ્રતિ દિવસ કાપડનું ઉત્પાદન થતું હતું.. જ્યારે હાલ જીએસટી બાદ અને કોરોના કાળમાં ઘટીને 75 લાખ મીટર પ્રતિ દિવસ થઈ ગયું છે. લગ્ન સહિત મહત્ત્વના સીઝન ચાલી ગઈ છે. હાલ કારીગરો પણ વતનથી આવી રહ્યા નથી અને બજારમાં વેપાર પણ નથી. સરકાર પાસે અત્યાર સુધી જ્યારે પણ અપેક્ષા રાખવામાં આવી હતી ત્યારે ટ્રેડર્સની અપેક્ષાઓ ક્યારે પણ પૂર્ણ કરવામાં આવી નથી જેથી હવે સરકાર પાસે કોઈ પણ આશા ટ્રેડર્સ રાખતા જ નથી.

સુરતમાં બ્લાસ્ટ થતા સ્થાનિકોમાં અફરાતફરી, એક વ્યક્તિનું સ્થળ પર મોત

વર્ષમાં કારોબારનો 15% કારોબાર આ લગ્નસરા અને અન્ય તહેવારોમાં કરાતા હતા. આ સમયે અઢી સો કરોડનો કારોબાર થાય છે. જો કે હાલના તબક્કે પ્રાકૃતિક સંકટ હતું અને માલ ન જતા લોકડાઉન અને અનલોક 1 અને 2 માં સુરત ટેકસટાઇલને લગભગ 14500 હજાર કરોડનું નુક્શાન કયું છે. હવે કાપડના વેપારીઓ ની નજર નવરાત્રી અને દિવાળીનાના પર્વ પર છે તેઓએ આશા રાખી છે કે આ પર્વ પર ૫૦ ટકા જેટલો પણ વેપાર થઈ જાય તો તેમને રાહત મળશે.

છેલ્લા 13 વર્ષથી સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં એજન્ટ તરીકે કાર્યરત મુકેશ ડાઘા સાત રાજ્યોના દોઢસો જેટલા વેપારીઓના સંપર્કમાં છે અને દર વર્ષે તેઓ કરોડો રૂપિયાનો વેપાર સુરતના વેપારીઓ સાથે તેમનો વેપાર કરાવતા આવ્યા છે. પરંતુ આ વર્ષે સંપૂર્ણ રીતે વેપાર તેમનો ઠપ થઈ ગયો છે. મુકેશની જેમ સુરતના કાપડ બજારમાં પાંચ હજારથી વધુ એજન્ટ કાર્યરત છે પરંતુ તમામનું પેમેન્ટ અટવાઇ જતાં તેમની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે.

સુરતના અશોકા ટાવરમાં કાપડનો વેપાર કરતા ભૈરવસિંહે જણાવ્યું હતું, દર વર્ષે તેઓ સીઝનલ વેપાર થકી અઢી કરોડ જેટલોનો વેપાર કરતા આવ્યા છે. પરંતુ આ વર્ષે કોરોના હોવાના કારણે સંપૂર્ણ રીતે તમામ સિઝનમાં વેપાર થઈ શક્યો નથી. સીઝનલ વેપારની સાથે તેઓ દર વર્ષે આશરે 25 લાખનો યુનિફોર્મનો સિઝનમાં વેપાર કરતા આવ્યા છે. પરંતુ આ વખતે ચાર લાખનો પણ વેપાર યુનિફોર્મનો થયો નથી.

જુઓ LIVE TV

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news