પહેલા લગ્નમાં આવવા આમંત્રણ આપ્યું, અને હવે સોરી કહીને કહ્યું, અમે રિસેપ્શન રદ કર્યું
આગામી 15 તારીખ બાદ કમુરતા ઉતરતાની સાથે જ સમગ્ર રાજ્યમાં મોટા પ્રમાણમાં લગ્નોના આયોજનો થઇ રહ્યા છે. જોકે કોરોનાનું સંક્રમણ વધતા લોકોના અરમાનો પર પાણી ફરી વળ્યુ છે. નવી ગાઈડલાઈન (corona guideline) થી પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે. 400 ના બદલે 150 લોકોની મર્યાદામાં લગ્ન (wedding) યોજવા નિયમ આવ્યો છે. ત્યારે હવે કેવી રીતે લગ્ન કરવા તે મોટી મૂંઝવણ છે. લોકો મહેમાનોનું લિસ્ટ ઓછુ કરવાના કામે લાગી ગયા છે. કયા મહેમાનોને બોલાવવા અને કોને ના પાડવી તે દ્વિઘામા છે. ત્યારે અમદાવાદના એક પરિવારે મહેમાનોને આમંત્રિત કર્યા હતા અને પ્રસંગ મોકૂફ રાખ્યો હોવાનું કહી સોરી કહેવું પડ્યું છે. સાથે જ મોંઘાદાટ લગ્નના તમામ પ્રસંગો પણ કેન્સલ કર્યાં.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :આગામી 15 તારીખ બાદ કમુરતા ઉતરતાની સાથે જ સમગ્ર રાજ્યમાં મોટા પ્રમાણમાં લગ્નોના આયોજનો થઇ રહ્યા છે. જોકે કોરોનાનું સંક્રમણ વધતા લોકોના અરમાનો પર પાણી ફરી વળ્યુ છે. નવી ગાઈડલાઈન (corona guideline) થી પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે. 400 ના બદલે 150 લોકોની મર્યાદામાં લગ્ન (wedding) યોજવા નિયમ આવ્યો છે. ત્યારે હવે કેવી રીતે લગ્ન કરવા તે મોટી મૂંઝવણ છે. લોકો મહેમાનોનું લિસ્ટ ઓછુ કરવાના કામે લાગી ગયા છે. કયા મહેમાનોને બોલાવવા અને કોને ના પાડવી તે દ્વિઘામા છે. ત્યારે અમદાવાદના એક પરિવારે મહેમાનોને આમંત્રિત કર્યા હતા અને પ્રસંગ મોકૂફ રાખ્યો હોવાનું કહી સોરી કહેવું પડ્યું છે. સાથે જ મોંઘાદાટ લગ્નના તમામ પ્રસંગો પણ કેન્સલ કર્યાં.
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં બિઝનેસમેન કપિલ શાહનો પરિવાર રહે છે. કપિલ શાહે પોતાના પરિવારના આલિશાન લગ્ન લીધા હતા. વિવિધ 7 પ્રકારના ફંક્શન દ્વારા ભવ્યાતિભવ્ય લગ્નનું આયોજન કર્યુ હતું. પરંતુ હવે સરકારની ગાઈડલાઈન આવતા જ પરિવાર દ્વિઘામાં મૂકાયો છે. 150 મહેમાનો જ આમંત્રિત કરી શકાશેના નિયમથી આ પરિવારે મોટો નિર્ણય લીધો છે. અમદાવાદના આ ધનિક પરિવારે પુત્રના લગ્નમાં મોટો નિર્ણય લીધો. આમંત્રિત મહેમાનો માટે સોરી કાર્ડ લખીને કહ્યું, 'રિસેપ્શન રદ કરાયું છે.'
સાદગીથી લગ્ન કરવાનું નક્કી કર્યું
ધનિક પરિવાર દીકરાના લગ્ન લેવાની વાતથી બહુ જ ખુશ હતો. પરિવારમાં લગ્નની તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. પરંતુ 150 લોકોની હાજરીથી પરિવાર દ્વિઘામા મૂકાયો હતો. પરંતુ આ જોઈને કપિલ શાહના પરિવારે એ કર્યું જે સમાજમાં ઉદાહરણરૂપ કહી શકાય. તેમણે દીકરાના લગ્નના તમામ પ્રસંગો કેન્સલ કરી દીધા છે. એટલુ જ નહિ, મહેમાનોની પણ માફી માંગીને તેમને લગ્ન પ્રસંગો મોકૂફ રખાયાની જાણ કરી છે. સાથે જ કહ્યું કે, કોરોનાનુ સંક્રમણ વધતા જ અમે ઘરના સભ્યોમાં જ લગ્ન પ્રસંગ ઉજવીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે