ગુજરાતમાં ત્રીજી લહેરની તૈયારીઓ વચ્ચે મોટી જાહેરાત; 8 મહાનગર પાલિકાઓમાં 7 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત

રાજ્યમાં કોરોના રસીકરણના કારણે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ઓછી પડી રહી છે. બીજી બાજુ રાજ્યમાં કોરોનાની SOP ગાઈડલાઈન 7 જાન્યુઆરી સુધી લંબાવાઈ છે. જેમાં કોવિડની પરિસ્થિતિ પ્રમાણમાં નિયંત્રિત હોવાનું જણાવ્યું છે.

 ગુજરાતમાં ત્રીજી લહેરની તૈયારીઓ વચ્ચે મોટી જાહેરાત; 8 મહાનગર પાલિકાઓમાં 7 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત

બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસો બાદ સરકાર એલર્ટ બની ગઈ છે, જેથી કોરોનાની ગાઈડલાઈન્સનો કડક અમલ માટે રાજ્યના આરોગ્યમંત્રીએ એક મોટી જાહેરાત કરી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સ્વર્ણિમ સંકુલ-1માં પ્રેસ-કોન્ફરન્સ કરીને કોરોના સંદર્ભે રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી છે. 

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, એક મહિનામાં 3 હજારથી વધુ કેસ વધ્યા છે. જેના કારણે 1.10 લાખ બેડની વ્યવસ્થા કરી છે. રાજ્યમાં 15900 ICU બેડ છે, જ્યારે 7800 વેન્ટિલેટર છે. ઓમીક્રોનના કેસ વધ્યા પણ મોટા ભાગના એસિમ્પટોમેટિક છે. હાલના કેસોમાં સિવિયારીટી ઓછી જોવા મળે છે જે ખૂબ સારી વાત છે. આ મહિને 18 લાખથી વધુ ટેસ્ટ થયા છે.  જેમાં 0.79% પોઝિટિવિટી રેટ છે.

રાજ્યમાં કોરોના રસીકરણના કારણે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ઓછી પડી રહી છે. બીજી બાજુ રાજ્યમાં કોરોનાની SOP ગાઈડલાઈન 7 જાન્યુઆરી સુધી લંબાવાઈ છે. જેમાં કોવિડની પરિસ્થિતિ પ્રમાણમાં નિયંત્રિત હોવાનું જણાવ્યું છે. મંત્રીએ જણાવ્યું છે કે વાઈબ્રન્ટ સમિટમાં પણ કોવિડ ગાઈડલાઈનનું પાલન થશે. તમામ કર્મચારીઓના RT PCR ટેસ્ટ થશે. આર્થિક ગતિ માટે વાઈબ્રન્ટ સમિટ જરૂરી હોવાનું જણાવ્યું છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આવતીકાલે એટલે કે 31મી ડિસેમ્બરે કોરોનાની ગાઇડલાઇન્સ પૂરી થઈ રહી છે. ત્યારે આજે આરોગ્ય મંત્રીએ રાજ્યના 8 શહેરોમાં રત્રિ કર્ફ્યૂને લઈને મોટી જાહેરાત કરી છે. મંત્રીએ રાતના 11થી સવારના 5 વાગ્યાનો રાત્રિ કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે રાજ્યમાં હાલ આપણી પાસે 1 લાખ 10 હજાર બેડ ઉપલબ્ધ છે. જ્યારે 15000 ICU બેડમાંથી 7800 બેડમાં વેન્ટીલેટર ઉપલબ્ધ છે. 500થી 1500 બેડની હોસ્પિટલ ઉભી કરવાની તૈયારી ચાલી રહી છે.

બીજી બાજુ ઉમેર્યું હતું કે, રાજ્યમાં ઓમિક્રોનના 97માંથી 41 દર્દીઓને રજા આપી આપી દેવામાં આવી છે. 

તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 29 ડિસેમ્બરના રોજ કોરોનાના કેસ, નિયંત્રણો, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, ઉત્તરાયણ મામલે અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોરોનાના કેસો, વેક્સિનેશન, નવી ગાઇડલાઈન્સ, ઉત્તરાયણ અને વાઇબ્રન્ટ પર ચર્ચા કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news