ભાવનગરમાં કોરોના વિસ્ફોટ: તંત્ર અને નાગરિકો બંન્નેમાં સજાગતાનો અભાવ,15 દિવસમાં 520 કેસ
જિલ્લાનો કોરોના દર્દીઓનો કુલ આંકડો 771 પર પહોંચ્યો છે. છેલ્લા 15 દિવસમાં તો જાણે જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતી સર્જાઇ છે. માત્ર 15 દિવસમાં કોરોનાના 520 નવા દર્દી નોંધાયા છે. ભાવનગરમાં 26 માર્ચે પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો ત્યારથી 30 જુન સુધીમાં (97 દિવસ) માત્ર 251 કેસ જો નોંધાયા હતા. જો કે અનલોક 1 બાદ જિલ્લામાં બેકાબુ બનેલા કોરોનાને કારણે 15 જુલાઇ સુધીમાં બીજા 520 કેસ નોંધાઇ ગયા છે. આ સાથે ભાવનગરમાં પોઝિટિવનો આંકડો 771 પર પહોંચી ચુક્યો છે.
Trending Photos
ભાવનગર : જિલ્લાનો કોરોના દર્દીઓનો કુલ આંકડો 771 પર પહોંચ્યો છે. છેલ્લા 15 દિવસમાં તો જાણે જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતી સર્જાઇ છે. માત્ર 15 દિવસમાં કોરોનાના 520 નવા દર્દી નોંધાયા છે. ભાવનગરમાં 26 માર્ચે પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો ત્યારથી 30 જુન સુધીમાં (97 દિવસ) માત્ર 251 કેસ જો નોંધાયા હતા. જો કે અનલોક 1 બાદ જિલ્લામાં બેકાબુ બનેલા કોરોનાને કારણે 15 જુલાઇ સુધીમાં બીજા 520 કેસ નોંધાઇ ગયા છે. આ સાથે ભાવનગરમાં પોઝિટિવનો આંકડો 771 પર પહોંચી ચુક્યો છે.
ભાવનગર હેરમાં 513 જ્યારે ગ્રામ્યમાં 258 પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે તમામ સ્તરે જિલ્લાનાં નાગરિકોનું માનવું છે કે કોરોના વિસ્ફોટ થવા પાછળનું કારણ માત્ર અને માત્ર જિલ્લામાં સુરત, અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાંથી આવેલા નાગરિકો જ છે. જો અનલોક 1માં તેઓ જિલ્લામાં ન આવ્યા હોત તો આજે પણ કોરોના જિલ્લામાં બેકાબુ ન બન્યો હોત. અત્રે ઉલ્લેખનીય છે કે, હજી પણ જિલ્લામાં પોઝિટિવનો આંકડો દિવસેને દિવસે પોતાના જ રેકોર્ડ તોડે છે. જેના કારણે નાગરિકોમાં ચિંતા વ્યાપી છે.
કોરોના બેકાબુ થવા છતા તંત્રનાં પેટનું પાણી પણ નથી હલી રહ્યું. તંત્ર દ્વારા કોઇ જ કડક પગલા ભરવામાં નથી આવી રહ્યા નથી. તો બીજી તરફ નાગરિકો પણ નિશ્ચિંત થઇને માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગનાં પાલન વગર ફરી રહ્યા છે. જાગૃત નાગરિકોમાં નાગરિકોનાં વલણ સામે પણ રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કોવિડ કેર સેન્ટર પણ માત્ર ભાવનગરમાં જ વ્યવસ્થા કરવામાં આવી છે. તાલુકા કક્ષાએ કોરોના પોઝિટિવ દર્દી આવે તો તેને જિલ્લા ખાતે ખસેડવામાં આવે છે. તેવામાં તાલુકા સ્તરે કોઇ વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ નાગરિકોની લાગણી અને માંગણી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે