કચ્છ : અનેક ગર્ભવતી મહિલાઓને રસી આપનાર નર્સને કોરોના નીકળતા ખળભળાટ

ગુજરાતમાં કોરોનાના આજના કેસ પર નજર કરીએ તો, કચ્છમાં કોરોના કહેર યથાવત છે. કચ્છમાં 11 કોરોનાના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આમ, કચ્છ જિલ્લાએ આંકમાં બે સદી વટાવી છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે, 
કચ્છ : અનેક ગર્ભવતી મહિલાઓને રસી આપનાર નર્સને કોરોના નીકળતા ખળભળાટ

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોનાના આજના કેસ પર નજર કરીએ તો, કચ્છમાં કોરોના કહેર યથાવત છે. કચ્છમાં 11 કોરોનાના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આમ, કચ્છ જિલ્લાએ આંકમાં બે સદી વટાવી છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે, 
કોરોના પોઝિટિવ એક નર્સે 10 સગર્ભાને રસી આપી હતી. અબડાસાના મોટી બેર વિસ્તારમાં કોરોના ગ્રસ્ત બનેલા મહિલા આરોગ્ય કર્મચારી રસીકરણમાં જોડાયેલા હતા, તેથી તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ ચિંતામાં મૂકાયું છે. પ્રાથમિક તબક્કે તમામ ગર્ભવતી બહેનોને પ્રાથમિક શાળામાં ક્વોરેન્ટાઇન કરી દેવાઈ છે. શરૂઆતમાં આરોગ્ય વિભાગ દ્વારા નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે છુપાવાયું હતું. જિલ્લા પંચાયત તંત્ર દ્વારા 3 દિવસ સુધી રોજેરોજના દર્દીઓમાં ઓળખ છુપાવાઈ રહી છે.

હીરા ઉદ્યોગ ખોલવા માટે નવી ગાઈડલાઈન, 10 થી વધુ કોરોના કેસ મળશે તો બજાર બંધ

ભરૂચમાં આજથી 22 જુલાઈ સુધી  ભરૂચ જિલ્લામાં તમામ દુકાનો સવારે 7 થી બપોરે 4 કલાક સુધી જ ખુલ્લી રાખી શકાશે. ભરૂચમાં વધતા જતા કોરોનાના વ્યાપને નિયંત્રણમાં રાખવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. જોકે, મેડિકલ સ્ટોર અને દૂધ ડેરીની દુકાનો રાબેતામુજબ ખુલ્લી રહેશે. આ સિવાય તમામ દુકાનો ફરજિયાત પણે સાંજે 4 વાગ્યા બાદ બંધ રાખવા કડક આદેશ કરાયો છે. 

ઉપલેટામાં કોરોનાથી પ્રથમ મોત નિપજ્યું છે. ઉપલેટામાં આજે આવેલા કોરોના પોઝિટિવ દર્દી સારવાર માટે પહોંચે તે પહેલા જ મોત થયું છે. નાગનાથ ચોક, કોરી વાડા વિસ્તારમાં રહેતા વાઘજીભાઈ નાથાભાઈ સાકરિયા (ઉ.વ.૮૦) નું મોત નિપજ્યું છે. ઉપલેટા શહેર અને ગ્રામ્યમાં કોરોના પોઝિટિવની સંખ્યા 24 પર પહોંચી છે. જ્યારે એકનું મોત નિપજ્યું છે. 

પાટણ શહેરમાં આજે વધુ 5 કોરોનાના  પોઝિટિવ કેસ સામે આવ્યા છે. શહેરના રાજકાવડામાં 1, વજધામ સોસાયટીમાં 1, સલવી વડામાં 1, ટાકવાડામાં 1 અને નવી કોર્ટ બિલ્ડીંગ પાછળ ભાવની મસાલા વિસ્તારમાં 1 મળીને કુલ 5 કોરોના પોઝિટિવ કેસ થયા છે. તમામ દર્દીઓને ધારપુર આઇસોલેસન વોર્ડમાં સારવાર અર્થે ખસેડાયા છે. આ સાથે જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 306 પર પહોંચી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news