coronaupdates:સુરતમાં ક્રાઈમ બ્રાન્ચના ACP, વ્યારામાં 16 દિવસની બાળકીને કોરોના

ગુજરાતમાં રોજેરોજ નવા કેસ વધી રહ્યાં છે. આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં નવા કેસ વધ્યા છે. સુરતમાં ક્રાઇમ બ્રાન્ચના એસીપી આર આર સરવૈયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એસીપીને સારવાર માટે ખસેડાયા છે. તેમના સંક્રમણમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે. 

coronaupdates:સુરતમાં ક્રાઈમ બ્રાન્ચના ACP, વ્યારામાં 16 દિવસની બાળકીને કોરોના

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં રોજેરોજ નવા કેસ વધી રહ્યાં છે. આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં નવા કેસ વધ્યા છે. સુરતમાં ક્રાઇમ બ્રાન્ચના એસીપી આર આર સરવૈયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એસીપીને સારવાર માટે ખસેડાયા છે. તેમના સંક્રમણમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે. 

આરોગ્ય કમિશનરનું મોટું નિવેદન, ‘મેટ્રો શહેરોમાંથી એક પણ કોરોના દર્દીઓને અન્ય જિલ્લાઓમાં ખસેડાશે નહિ’

વડોદરાના તબીબોએ 3 સ્ટાર હોટેલમાં રોકવાની માંગ કરી 
વડોદરામાં કોવિડ આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવતા ડોકટરોએ તંત્ર પાસેથી માંગ કરી છે. તેઓએ માંગ કરી છે કે, અમદાવાદની જેમ વડોદરામાં તેઓની 3 સ્ટાર હોટેલમાં રોકવાની  વ્યવસ્થા કરવામાં આવે. વડોદરા મેયર જિગીષા શેઠ ડોકટરના સમર્થનમાં આવ્યા છે. આ મામલે જિગીષા શેઠે જણાવ્યું કે, ડોકટરોને 3 સ્ટાર હોટેલમાં રહેવાની સુવિધા મળવી જોઈએ. રાજ્ય સરકારમાં હું રજૂઆત કરીશ. ડોકટર જીવન જોખમે કોરોના સંક્રમણ વચ્ચે ફરજ બજાવે છે. 

અમરેલી જિલ્લામાં આજે વધુ 2 વ્યક્તિઓના કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. કોરોનાથી આજે એક વૃદ્ધનું મોત નિપજ્યું છે. ગઈકાલે પણ એક વૃદ્ધનું મોત થયું હતું. 24 કલાકમાં કોરોનાના બે દર્દીઓના મોત થયા છે. ગઈકાલે આવેલા ધારીના ભાડેરના યુવકના આધેડ પિતાને આજે કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. ચિતલ રોડ પર રહેતા 52 વર્ષીય તબીબને કોરોના પોઝિટિવ આવ્યા છે. અમરેલી જિલ્લામાં કોરોનાના કુલ 22 કેસો થયા છે. તો 10 કોરોનાના દર્દીઓ સાજા થયા છે. હાલ કોરોનાના 8 એક્ટિવ કેસો છે. જિલ્લામાં 4 કોરોના દર્દીઓના મોત થયા છે. 

અમદાવાદ : મેયરના કાર્યક્રમમાં હાજર રહેનાર મહિલા કોર્પોરેટરને કોરાના, AMC શાસકોમાં ફફડાટ ફેલાયો

ભાવનગરમાં કોરોના પોઝિટિવ કેસમાં 3નો વધારો થયો છે. તેમજ 1નું મોત થયું છે. ઉમરાળા તાલુકાના લીમડા ગામના યુવાન, 35 વર્ષીય કાંતિ કેશુ ઝાલાનું મોત નિપજ્યું છે. તો અમદાવાદના જોધપુર વિસ્તારના 64 વર્ષીય ગીતાબેન વિનોદભાઈ કંસારા, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના પતિ પત્નીનો રિપોર્ટ, તેમજ 31 વર્ષીય નિકુંજ કૌશિકભાઈ આચાર્ય, 31 વર્ષીય ગુંજનબેન નિકુંજભાઈ આચાર્યનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાવનગરમાં સરટી હોસ્પિટલ આવતા સેમ્પલ લેવાયા હતા. 

ભરૂચમાં આજે વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ હરિદ્વાર સોસાયટીમાં 1 કેસ, અંકલેશ્વરના ખરોડના ગોવા ટેકરીમાં 1 કેસ, જ્યારે નેત્રંગના શ્રીજી ફળિયામાંથી એક એમ મળીને કુલ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભરૂચમાં કુલ કોરોના પોઝિટિવ કેસ 76 થયા છે. 

રમત-રમતમાં બાળકનું માથુ કૂકરમાં ફસાયું, પછી હોસ્પિટલમાં થઈ જોવા જેવી

તાપી જિલ્લામાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ છે. વ્યારાના કપુરા ગામની 16 દિવસની બાળકી ક્રિવા નિતેશભાઈ ગામીતનો કોરોના પોઝિટિવ આવતા તેને સુરત સિવિલ ખાતે દાખલ કરવામાં આવી છે. કપુરાના પટેલ ફળિયાને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 7 કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં 6 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news