corona updates: 152 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ 2559 કેસ થયા

રાજ્યમાં આવેલા કોરોના (Coronavirus) ના નવા કેસના આંકડાએ ફરી એકવાર સૌને ચોંકાવી દીધા છે. ગઈકાલ સાંજ બાદ ગુજરાતમાં 152 નવા કેસ સામે આવ્યા છે. તો સામે 2 લોકોના મોત નિપજ્યા છે. નવા કેસોમાં અમદાવાદ 94 નવા કેસ સાથે ટોચ પર છે. તો તેના બાદ સુરતમાં 30 કેસ, વડોદરામાં 14, આણંદમાં 3, બનાસકાંઠા અને ગાંધીનગરમાં 2 કેસ છે. તો અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ અને વલસાડમાંથી નવા 1-1 કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 2559 પર પહોંચી ગઈ છે અને કુલ મૃત્યુ 105 થયા છે. 

corona updates: 152 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ 2559 કેસ થયા

હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યમાં આવેલા કોરોના (Coronavirus) ના નવા કેસના આંકડાએ ફરી એકવાર સૌને ચોંકાવી દીધા છે. ગઈકાલ સાંજ બાદ ગુજરાતમાં 152 નવા કેસ સામે આવ્યા છે. તો સામે 2 લોકોના મોત નિપજ્યા છે. નવા કેસોમાં અમદાવાદ 94 નવા કેસ સાથે ટોચ પર છે. તો તેના બાદ સુરતમાં 30 કેસ, વડોદરામાં 14, આણંદમાં 3, બનાસકાંઠા અને ગાંધીનગરમાં 2 કેસ છે. તો અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ અને વલસાડમાંથી નવા 1-1 કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 2559 પર પહોંચી ગઈ છે અને કુલ મૃત્યુ 105 થયા છે. 

આરોગ્ય વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર, નવા 152 કેસ અને 2 મૃત્યુની સામે ગઈકાલ સાંજ બાદ કોઈ રિકવર દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા નથી. આમ, અમદાવાદ રાજ્યમાં કોરોનાનું સૌથી મોટું ઝોન બની ગયું છે. માત્ર અમદાવાદ શહેરમાં જ કોરોનાના કેસનો આંકડો 1595 પર પહોંચી ગયો છે, જે રાજ્યના કુલ કેસના 60 ટકાથી વધુ કહી શકાય. તો બીજા નંબર સુરતમાં 445 કેસ અને વડોદરામાં 222 કેસ નોંધાયા છે. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી કે, ગુજરાતમાં નવા કેસ વિશેની આંકડાકીય માહિતી દિવસમાં એક જ વખત સાંજે ૬ વાગ્યા સુધીના રાતની પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવશે. જેથી હવેથી દિવસમાં એક જ વાર કોરોનાના નવા કેસના અપડેટ આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news