ગુજરાતનું કોરોના રિપોર્ટ કાર્ડ - 396 નવા કેસ, કુલ કેસ 13669, અને 24 કલાકમાં 27ના મોત
શનિવારે નવા કેસના અપડેટ અંગે આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં કોરોનાના કુલ 13669 કેસ થઈ ગયા છે. અમદાવાદમાં 24 કલાકમા 277 નવા કેસ નોંધાયા છે. આમ, અમદાવાદમાં જ કુલ કેસનો આંકડો 10001 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં 24 કલાકમાં કુલ 27 લોકોના મોત નિપજ્યાં છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :શનિવારે નવા કેસના અપડેટ અંગે આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં કોરોનાના કુલ 13669 કેસ થઈ ગયા છે. અમદાવાદમાં 24 કલાકમા 277 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં આજે કુલ 396 નવા પોઝિટિવ કેસ નોઁધાયા છે. આમ, અમદાવાદમાં જ કુલ કેસનો આંકડો 10001 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં 24 કલાકમાં કુલ 27 લોકોના મોત નિપજ્યાં છે. તો ગુજરામા રિકવર દર્દીઓ પર નજર કરીએ તો આજે કુલ 289 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.
- રાજ્યમાં કુલ કેસ : 13669
- રાજ્યમાં કુલ મોત : 829
- રાજ્યમાં કુલ સ્વસ્થ : 6169
કયા શહેરમાં કેટલા કેસ
રાજ્યમાં આવેલા આજે કોરોનાના નવા 396 કેસમાંથી એકલા અમદાવાદમાં જ 277 કેસ નોંધાયા છે. અન્ય શહેરોની વાત કરીએ તો, વડોદરામાં 35, સુરતમાં 29, ગાંધીનગરમાં 9, જૂનાગઢમાં 8, ગીર સોમનાથમાં 6, અરવલ્લીમાં 5, રાજકોટ-મહેસાણામાં 4, આણંદ-તાપીમાં 3, મહીસાગર-ખેડા-પાટણ-સુરેન્દ્રનગર-અમરેલીમાં 2 અને નવસારી-પોરબંદર-મોરબી 1 કેસ નોંધાયો છે.
જિલ્લા વાઈસ કેસ પર એક નજર
ગુજરાતમાં જિલ્લાવાઈઝ કેસ પર એક નજર કરીએ તો, અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 10,001 થઈ ગયો છે. તો ગુજરાતના અન્ય ત્રણ મોટા શહેરો વડોદરામાં 806, સુરતમાં 1285 અને રાજકોટમાં 87 કેસ થયા છે. તો અન્ય શહેરોમાં ભાવનગરમાં 114, આણંદ 90, ગાંધીનગરમાં 210, પાટણમાં 71, ભરૂચમાં 37, બનાસકાંઠામાં 99, પંચમહાલ 72, અરવલ્લીમાં 98, મહેસાણામાં 99, કચ્છમાં 64, બોટાદમાં 56, ગીર-સોમનાથમાં 44, દાહોદમાં 32, મહીસાગરમાં 79 અને સાબરકાંઠામાં 63 કેસ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે