રાજ્યમાં નોંધાયા કોરોનાના નવા 71 કેસ, કુલ સંખ્યા થઈ 766

જયંતિ રવિએ માહિતી આપી છે કે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી પોતે કોરેન્ટાઇન થયા છે જેના કારણે ત્રણેય નેતાઓ આગામી સાત દિવસ સુધી કોઈને નહીં મળે.

રાજ્યમાં નોંધાયા કોરોનાના નવા 71 કેસ, કુલ સંખ્યા થઈ 766

હિતલ પારેખ, ગાંધીનગર : રાજ્યમાં દિવસેને દિવસો કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિનો લેટેસ્ટ ચિતાર આપતા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો.જયંતિ રવિએ આપતા કહ્યું કે, રાજ્યમાં આજે કોરોનાના નવા 71 કેસ નોંધાયા છે. આ તરફ અમદાવાદમાં નવા 46 પોઝિટિવ કેસ આવતા કુલ કોરોના પીડિતોની સંખ્યા 766 થઇ છે.

પત્રકાર પરિષદને સંબોધન કરતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવે વધુમાં જણાવ્યું હતું કે,આજે કોરોના વાયરસને કારણે 3 મોત થયાં છે. તેમણે માહિતી આપી છે 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3213 ટેસ્ટ કરવામાં આવ્યા છે. 116 પોઝિટિવ તો નેગેટિવ 3097 છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 19197 ટેસ્ટ કરાયા છે. 669 સારવાર હેઠળ છે. 

જયંતિ રવિએ માહિતી આપી છે કે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી પોતે કોરેન્ટાઇન થયા છે જેના કારણે ત્રણેય નેતાઓ આગામી સાત દિવસ સુધી કોઈને નહીં મળે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news