CoronaUpdates : બનાસકાંઠામાં 15, ધોરાજીમાં 5 અને ભરૂચમાં 5 નવા કેસ આવતા તંત્ર દોડતું થયું

ગુજરાતમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. જેમાં હવે અમદાવાદ સિવાય અન્ય જિલ્લાઓમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. આજના કોરોના કેસના લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો આજે ભરૂચમાં વધુ 7 પોઝીટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ ભરૂચમાં કુલ કેસ 258 થયા છે. તો ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના વધુ 3 કેસ વધ્યા છે. મહુવાના કોંજળી અને સારદિકા માં 1-1 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે તળાજાના બેલામાં કોરોના પોઝિટિવ નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં આજના કુલ 12 કેસ થયા છે. 

CoronaUpdates : બનાસકાંઠામાં 15, ધોરાજીમાં 5 અને ભરૂચમાં 5 નવા કેસ આવતા તંત્ર દોડતું થયું

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. જેમાં હવે અમદાવાદ સિવાય અન્ય જિલ્લાઓમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. આજના કોરોના કેસના લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો આજે ભરૂચમાં વધુ 7 પોઝીટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ ભરૂચમાં કુલ કેસ 258 થયા છે. તો ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના વધુ 3 કેસ વધ્યા છે. મહુવાના કોંજળી અને સારદિકા માં 1-1 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે તળાજાના બેલામાં કોરોના પોઝિટિવ નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં આજના કુલ 12 કેસ થયા છે. 

વડોદરા : રાત્રિ કરફ્યુનું અમલ કરાવી રહેલા LRD જવાનને મોપેડ ચાલકે નીચે પટક્યો, મોત થયું

નવસારીમાં વધુ ત્રણ કોરોના પોઝિટીવ કેસ આવ્યા છે. નવસારી શહેરનો 19 વર્ષિય યુવાન કોરોના પોઝિટિવ આવ્યો છે. જલાલપોરના ગૌરીશંકર મહોલ્લાના 58 વર્ષિય અને જમાલપોરના 46 વર્ષિય આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે જ જિલ્લામાં કુલ 137 કોરોના પોઝિટિવ કેસ છે. તેમજ  51 રિકવર, 6 મોત, 80 એક્ટિવવ કેસ છે.

અમરેલી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામા આજે વધુ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમરેલીના ચક્કરગઢ રોડ પરની રામ પાર્ક સોસાયટીમાં એક જ પરિવારના 3 ને કોરોના પોઝિટિવ આવ્યો છે. અમરેલીના સવજીપરામા 25 વર્ષિય પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે. લીલીયાના આંબા અને અમરેલીના વાંકીયા ગામમા 1-1 કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે. અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 92 પર પહોંચી છે. અમરેલી જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 8 લોકોના મોત થઈ ચુક્યા છે. 

ફી વધારાના સમાચાર વચ્ચે ગુજરાતની આ સ્કૂલે આખા વર્ષની ફી માફ કરી 

બનાસકાંઠા જિલ્લામાં કોરોના બ્લાસ્ટ થયો છે. જિલ્લામાં વધુ 15 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. તો ડીસામાં 10, જ્યારે પાલનપુરમાં 4 અને વડગામમાં 1 કેસ નોંધાયો છે. સતત ત્રણ દિવસમાં 43 નવા કેસથી હાહાકાર મચી ગયો છે. જિલ્લામાં કોરોના દર્દીઓનો આંક 237 પહોંચ્યો છે. 

ધોરાજીમાં કોરોનાના વધતા જતા કેસથી આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોરોનાનો આતંક યથાવત છે. ધોરાજીમાં આજરોજ વધું 5 કોરોના પોઝિટીવ નોંધાયા છે. ધોરાજીમાં કોરોના વિસ્ફોટથી શહેરીજનોમાં ચિંતા વધી છે. છેલ્લા 24 કલાકમાં કુલ 11 કેસ પોઝેટિવ નોંધાયા છે. આમ ધોરાજી શહેરમાં આજનાં 5 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. ધોરાજી તાલુકા અત્યાર સુધીમાં કુલ 28  કેસ નોંધાયા છે. આજે 2  મહિલા અને 3 પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર સતર્ક થયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news