અમદાવાદમાં દિવાળી બાદ વકરેલા કોરોના મુદ્દે પહેલીવાર રાહતના સમાચાર આવ્યા

અમદાવાદમાં દિવાળી બાદ વકરેલા કોરોના મુદ્દે પહેલીવાર રાહતના સમાચાર આવ્યા
  • અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવી રહેલા નવા કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.
  • તો બીજી તરફ, ખાનગી કોવિડ હોસ્પિટલોમાં પણ 40 ટકા બેડ ખાલી છે.

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં દિવાળી બાદ વકરેલા કોરોના મામલે પહેલીવાર રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ (ahmedabad) માં દિવાળી બાદ કોરોનાના વધેલા કેસો (corona case) ફરી એકવાર ઘટી રહ્યા હોવાના સંકેત દેખાઈ રહ્યાં છે. અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવી રહેલા નવા કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. તો બીજી તરફ, ખાનગી કોવિડ હોસ્પિટલોમાં પણ 40 ટકા બેડ ખાલી છે. આમ, અમદાવાદીઓ માટે આ મોટા રાહતના સમાચાર કહી શકાય. 

આ પણ વાંચો : આગામી વર્ષે તમારા પગારમાં મોટો ઘટાડો થશે, આવી રહ્યો છે નવો કાયદો

1200 બેડ હોસ્પિટલમાં હાલ 484 દર્દીઓ સારવાર હેઠળ
અમદાવાદ સિવિલ કેમ્પસમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. દિવાળી બાદથી વધેલા કેસોની સરખામણીમાં હાલ 30% દર્દીઓ ઘટ્યા હોવાનો દાવો કરાયો છે. અત્યારે અમદાવાદ સિવિલ કેમ્પસમાં 841 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદ સિવિલ કેમ્પસમાં 1200 બેડ કોવિડ હોસ્પિટલ, યુ.એન.મેહતા, કીડની અને કેન્સર હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવારઆપવામાં આવે છે. 1200 બેડ હોસ્પિટલમાં હાલ 484 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યાં 10 દિવસ અગાઉ 1100 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. તો યુ.એન.મેહતા હોસ્પિટલમાં 116, કિડની હોસ્પિટલમાં 126 અને કેન્સર હોસ્પિટલમાં 115 કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરાઈ રહી છે. દિવાળી બાદ અચાનક વધેલા દર્દીઓની સંખ્યા શનિવાર સુધીમાં હજુ પણ ઘટે તેવી શક્યતા હજી દેખાઈ રહી છે. 

એકતરફ ખાનગી કોવીડ હોસ્પિટલમાં અંદાજે 40% બેડ ખાલી છે, તો બીજી તરફ સિવિલ કેમ્પસમાં પણ ખાલી બેડની સંખ્યા વધી છે. હાલ અમદાવાદમાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં સારવાર લેવું સરળ બન્યું છે. ખાનગી કોવિડ હોસ્પિટલમાં 40 ટકા જેટલા બેડ ખાલી છે. 1324 બેડ હાલ અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં ખાલી જોવા મળ્યો છે. અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં હાલ 3416 બેડમાંથી 2092 બેડ ફૂલ છે. અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં ICU બેડ મેળવવા સરળ બન્યું છે. 

  • ખાનગી કોવિડ હોસ્પિટલમાં 545 આઈસોલેશનના અને HDU ના 556 બેડ હાલ ખાલી છે. 
  • ICU વિથઆઉટ વેન્ટીલેટરના 151 બેડ હાલ ઉપલબ્ધ છે. 
  • ખાનગી હોસ્પિટલમાં ICU વિથ વેન્ટીલેટરના 72 જેટલા બેડ ખાલી છે. ખાનગી હોસ્પિટલમાં 174 ICU વિથ વેન્ટિલેટરના બેડ કોરોના દર્દીઓની સારવાર માટે ફાળવવામાં આવ્યા છે. 174 બેડમાંથી અત્યારે 72 બેડ ખાલી છે. 

આ પણ વાંચો : અમદાવાદમાં આગનો સિલસિલો યથાવત, વટવા GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધારો થતા ડેઝીગ્નેટેડ કોવીડ હોસ્પિટલમાં વધારો કરવામાં આવ્યો હતો. હાલ અમદાવાદમાં 106 ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર થઈ રહી છે. 

માઈક્રો કન્ટાઈનમેન્ટ વિસ્તારમાં પણ મોટો ઘટાડો 
મોડી સાંજે Amc દ્વારા માઈક્રો કન્ટાઇનમેન્ટની નવી યાદી જાહેર કરાઈ હતી. માઇક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારમાં પણ ખૂબ મોટો ઘટાડો થયો છે. માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તાર 200 ની અંદર પહોંચ્યા છે. આજે એકપણ વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટની યાદીમાં મૂકાયો નથી. અગાઉના 42 વિસ્તારો રદ્દ કરાયા છે. શહેરમાં માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારની સંખ્યા 196 પર પહોંચી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news