તમારો જીવ લઈ શકે છે કોરોનાનુ આ સ્વરૂપ, RTPCR ટેસ્ટમાં પણ નથી પકડાઈ રહ્યો વાયરસ

તમારો જીવ લઈ શકે છે કોરોનાનુ આ સ્વરૂપ, RTPCR ટેસ્ટમાં પણ નથી પકડાઈ રહ્યો વાયરસ
  • અગાઉ RTPCR રિપોર્ટની વિશ્વસનીયતા એન્ટીજન કરતા અનેકગણી વધુ હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોરોના RTPCR ટેસ્ટ બાદ પણ અનેક લોકોમાં નથી પકડાઈ રહ્યો, આવામાં શું કરવુ તેની સલાહ માઈક્રોબાયોલિજસ્ટ પાસેથી જાણો 

અતુલ તિવારી/અમદાવાદ :ભારતમાં ડબલ મ્યૂટેશન વાયરસ (Double Mutant Virus) ના નવા કોરોના સ્વરૂપે ચિંતા વધારી છે તેના વિશે જાણકારોનું માનવું છે કે આ ડબલ મ્યૂટેશન વેરિએન્ટના કારણે જ કેસમાં આટલો ઝડપથી વધારો થયો છે. ડબલ મ્યૂટેશન વાયરસે આ મહામારીને પહોંચી વળવાનો પડકાર પણ વધુ મુશ્કેલ બની ગયો છે. ગુજરાતમાં પણ એવી સ્થિતિ છે કે, કોરોના RTPCR ટેસ્ટ બાદ પણ અનેક લોકોમાં નથી પકડાઈ રહ્યો. 

ગુજરાતમાં દર કલાકે 3 ના મોત, જામનગરની જીજી કોવિડ હોસ્પિટલના તબીબોએ 9 દિવસથી આરામ કર્યો નથી

RTPCR રિપોર્ટની વિશ્વસનીયતા એન્ટીજન કરતા અનેકગણી વધુ હતી, પરંતુ હવે.....
આ વિશે માઈક્રોબાયોલોજિસ્ટ ડો. કમલેશ પટેલનું કહેવું છે કે, કોરોનાના લક્ષણો હોવા છતાં એન્ટીજન અને RTPCR રિપોર્ટ કેટલાક કિસ્સાઓમાં નેગેટિવ આવી રહ્યા છે. એન્ટીજન અને RTPCR રિપોર્ટ નેગેટિવ હોવા છતાં પણ દર્દીને ઓક્સિજનની જરૂરિયાત પડી રહી છે. અગાઉ RTPCR રિપોર્ટની વિશ્વસનીયતા એન્ટીજન કરતા અનેકગણી વધુ હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોરોના RTPCR ટેસ્ટ બાદ પણ અનેક લોકોમાં નથી પકડાઈ રહ્યો. 

મૃતદેહોના અંતિમ સંસ્કાર કરીને સ્મશાન ગૃહની ભઠ્ઠીઓ પણ થાકી ગઈ, સુરત-મોરબીમાં થયું મોટું ડેમેજ

કોરોના નેગેટિવ આવે તો અન્ય વાયરસના ટેસ્ટ કરાવી લેવા 
તેમણે વધુમાં કહ્યું કે, કોરોનાના લક્ષણો હોય એવી સ્થિતિમાં અચાનક જ દર્દીની તબિયત લથડી પડે છે અને તાત્કાલિક સારવારની જરૂર પડે છે. આ અંગે સ્ટર્લિંગ એક્યુરિસ લેબના ડોકટર કમલેશ પટેલે જણાવ્યું કે, કેટલાક કિસ્સામાં RTPCR નેગેટિવ આવી રહ્યા છે, પણ જો દર્દીમાં કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યા છે તેમજ તેમની સ્થિતિ પણ ગંભીર બની જતી હોય છે, એવા કિસ્સામાં કોરોના સિવાય અન્ય વાયરસની અસર પણ જે તે દર્દીમાં હોય તેવું શક્ય છે. અગાઉ સ્વાઈન ફ્લૂના કેસો આવતા હતા, પણ હાલ તો એ કેસો નથી જોવા મળતા. પરંતુ પણ આવા કિસ્સાઓમાં કેટલાક અન્ય રિપોર્ટ કરાવવા જરૂરી બને છે. 

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ની સ્થિતિ વિસ્ફોટક બની રહી છે. કોવિડ-19 (Covid-19) ની આ બીજી લહેર કદાચ તેના પીકની નજીક છે જેમાં છેલ્લા કેટલાક દિવસથી અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસો સામે આવી રહ્યાં છે. સ્થિતિ કઈ હદે બગડી છે તેનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે જેટલા કેસ અમેરિકા અને બ્રાઝિલમાં મળીને પણ સામે નથી આવ્યા એટલા તો એકલા ભારતમાં રિપોર્ટ થઈ રહ્યા છે. અમરિકામાં કોરોનાના 77720 નવા કેસ આવ્યા છે. જ્યારે બ્રાઝિલમાં 80157 કેસ રિપોર્ટ થયા છે. જ્યારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1.84 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. આ પણ એવા સમયે કે જ્યારે દેશમાં વેક્સીનેશન ડ્રાઈવ પૂરજોશમાં ચાલુ છે. આ બધા વચ્ચે વાયરસના એક નવા સ્વરૂપે ચિંતા વધારી દીધી છે. જેને 'ડબલ મ્યૂટેશન વાયરસ' ના નામથી ઓળખાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news