સોખડા મંદિરમાં વિવાદ વકર્યો, પ્રબોધસ્વામી હરિધામ છોડવા મજબૂર, પ્રેમસ્વામી જૂથ ખુશ, પણ મેનેજમેન્ટની નોટિસથી મુશ્કેલી વધી

શ્રી હરિ આશ્રામના સેક્રેટરીએ હરિધામના દરવાજા જાહેર નોટિસ લગાવી હતી કે, કેટલાંક સંતો, સાધકો, સાધ્વી બહેનો તેમજ સેવકો આગામી દિવસોમાં હરિધામ છોડી અન્યત્ર જવાના હોવાનું જાણવા મળ્યું છે. જે લોકો હરિધામ-સોખડા છોડી જવા માંગતા હોય તેઓ નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને જ જઇ શકશે તેની નોંધ લેવી.

સોખડા મંદિરમાં વિવાદ વકર્યો, પ્રબોધસ્વામી હરિધામ છોડવા મજબૂર, પ્રેમસ્વામી જૂથ ખુશ, પણ મેનેજમેન્ટની નોટિસથી મુશ્કેલી વધી

રવિ અગ્રવાલ/વડોદરા: સોખડા સ્વામીનારાયણ મંદિરમાં પાછલા મહિનાઓથી ગાદીનો વિવાદ ચાલે છે. ગાદી પ્રાપ્ત કરવા પ્રેમસ્વરૂપ સ્વામી જૂથ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હરિધામ સોખડા મંદિરમાં ગાદીનો વિવાદ હવે વધુ વકર્યો છે. પ્રબોધ સ્વામી સહિતના 250 સંતો-સાધકો હરિધામ છોડશે. 21 એપ્રિલે સંતો હરિધામ છોડીને તેઓ સુરત જશે. સંતો સુરતના કામરેજ-ભરથાણાની આત્મીય સ્કૂલમાં રહેશે. પ્રબોધ સ્વામી, ગુરુપ્રસાદ સ્વામી, ભક્તપ્રિય સ્વામી, સોહાર્દય સ્વામી, મૈત્રી સ્વામી, ભ્રમવિહાર સ્વામી અને હરિપ્રિય સ્વામી સાથે તમામ વડીલો મંદિર છોડવાના છે. જો કે, સંતો સાધકો હરિધામ છોડે તે પહેલા મેનેજમેન્ટે એક નોટિસ લગાવી છે જે વિવાદનો વિષય બની છે. 

જેમાં લખવામાં આવ્યું છે કે, કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર કોઈને પણ સોખડા હરિધામ છોડવાની મંજૂરી નહીં મળે. આવી નોટિસ લગાવતા ભક્તોમાં ભારે ચકચાર છે. આ સાથે જ હાલ મંદિરનો એક જ ગેટ ખુલ્લો રાખ્યો છે અને બાઉન્સરની સંખ્યા પણ વધારી છે. મહત્વનું છે કે, હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ સોખડામાં ગાદીનો વિવાદ ચાલી હ્યો છે.પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે આ વિવાદ છે અને આ વિવાદ વચ્ચે પ્રબોધ સ્વામી સોખડા છોડી રહ્યા હોવાના અહેવાલ છે.

હરિધામના દરવાજા જાહેર નોટિસ લગાવી
શ્રી હરિ આશ્રામના સેક્રેટરીએ હરિધામના દરવાજા જાહેર નોટિસ લગાવી હતી કે, કેટલાંક સંતો, સાધકો, સાધ્વી બહેનો તેમજ સેવકો આગામી દિવસોમાં હરિધામ છોડી અન્યત્ર જવાના હોવાનું જાણવા મળ્યું છે. જે લોકો હરિધામ-સોખડા છોડી જવા માંગતા હોય તેઓ નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને જ જઇ શકશે તેની નોંધ લેવી. આ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા સુધી કોઇને હરિધામ સોખડા પરિસર છોડવાની મંજૂરી મળી શકશે નહીં.

ઈતિહાસનું પુનરાવર્તન
નોંધનીય છે કે, હરિધામ-સોખડાને તીર્થક્ષેત્ર બનાવનાર હરિપ્રસાદ સ્વામીના બહ્મલીન થયા બાદ માત્ર 9 મહિનાના સમયગાળામાં હવે વિમુખના વિમુખનો ખેલ રચાશે. હરિધામ-સોખડાના પરમાધ્યક્ષ બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના હસ્તે સૌ પ્રથમ દીક્ષા લેનાર પ્રબોધ સ્વામી આગામી તા.21 કે તે પછી સંતો, સત્સંગીઓ, સહિષ્ણુઓેના જુથ સાથે પહેરેલ કપડે નિકળી સુરતના કોડી ભરથાણા મંદિરે પહોંચશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news