'આ નવ દિવસ સેટિંગ ના થયું તો જોવી પડશે રાહ...', જાણો નવરાત્રિમાં કોણે કર્યું આવું વિચિત્ર નિવેદન

કલાકાર ઉર્વશી સોલંકીએ બફાટથી લોકોમાં રોષ છે. નવરાત્રિ આયોજનમાં લોકોને સ્ટેજ પરથી આ કલાકારે એવું કહ્યું કે, ગુજરાતીઓ પ્રેમની અભિવ્યક્તિ માટે વેલેન્ટાઈન્સ ડેન નહીં પરંતુ ગરબાની રાહ જુએ છે. 

'આ નવ દિવસ સેટિંગ ના થયું તો જોવી પડશે રાહ...', જાણો નવરાત્રિમાં કોણે કર્યું આવું વિચિત્ર નિવેદન

ઝી બ્યુરો/ખેડા: નડિયાદમાં નવરાત્રિ આયોજનમાં વિવાદ થયો છે. કલાકાર ઉર્વશી સોલંકીએ બફાટથી લોકોમાં રોષ છે.ગુજરાતી અભિનેત્રી ઉર્વશી સોલંકી હિંદુઓના આ પવિત્ર ઉત્સવને લાંછન લગાવતું નિવેદન આપતી સાંભળી શકાય છે. નવરાત્રિ આયોજનમાં લોકોને સ્ટેજ પરથી આ કલાકારે એવું કહ્યું કે, ગુજરાતીઓ પ્રેમની અભિવ્યક્તિ માટે વેલેન્ટાઈન્સ ડેન નહીં પરંતુ ગરબાની રાહ જુએ છે.

‘વેલેન્ટાઈનમાં નહીં, નવરાત્રીમાં કરો સેટિંગ'
ઉર્વશી સોલંકીએ તો ત્યાં સુધી કહ્યું કે, નવ દિવસમાં તમને સાથી ન મળે તો ખરેખર ગરબા જ રમ્યા કહેવાય. અને જેમનું આ નવ દિવસમાં સેટિંગ ન થયું એ આવતી નવરાત્રિની રાહમાં છે. ઉર્વશીનું આ નિવેદન વાયરલ થતા લોકોમાં રોષ છે. નવરાત્રિના સ્ટેજ પરથી લોકોની વચ્ચે કરવામાં આવેલ બફાટને લોકો અયોગ્ય ગણાવી રહ્યા છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) October 22, 2023

આઈ લવ યુ કહેવા વેલેન્ટાઇનની નહીં નવરાત્રીની રાહ જોઈએ છીએ
ઉર્વશી સોલંકીનો વિવાદિત વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નડિયાદમાં ઉર્વશી સોલંકીએ નવરાત્રિમાં સ્ટેજ પરથી એક નિવેદન આપ્યું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, હું મુંબઈમાં રહું છું. પણ ગરબા આવે એટલે ગુજરાતીઓ ગાંડા થઈ જાય છે. ગુજરાતમાં આવો તો ખ્યાલ આવે કે પાગલપન શું છે? ગુજરાતમાં કોઈ છોકરીને આઈ લવ યુ કહેવુ હોય તો વેલેંન્ટાઈન નહી નવરાત્રિની રાહ જોઈએ છીએ. રાઈટ.... જે લોકો 9 દિવસમાં પણ સેટિંગ ના કરી શક્યા, તો તમે ખાલી ગરબા જ રમ્યા કહેવાય. ઘણાં એવા હશે જેમને 9 દિવસ સેટિંગ નહી થયું હોય તે તેઓ આવતી નવરાત્રિની રાહ જોશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news