શું હવે 'મોગલ છેડતા કાળો નાગ' ગીત સાંભળવા નહીં મળે? ચાર બંગડી બાદ વધુ એક ગીતનો વિવાદ HC પહોંચ્યો!

Gujarat Song Copyright case: ગુજરાતમાં કિંજલ દવેના ચાર ચાર બંગડી વાળી સોંગ બાદ હવે વધુ એક સોંગને લઈને વિવાદ વકર્યો છે. મળતી માહિતી મુજબ ગુજરાતી ગીત મોગલ છેડતા કાળો નાગ ગીતને લઈને નવો વિવાદ ચગ્યો છે. જી હાં `મોગલ છેડતા કાળો નાગ' ગીતના અનધિકૃત ઉપયોગનો કેસ કરવામાં આવ્યો છે.

શું હવે 'મોગલ છેડતા કાળો નાગ' ગીત સાંભળવા નહીં મળે? ચાર બંગડી બાદ વધુ એક ગીતનો વિવાદ HC પહોંચ્યો!

Gujarat Song Copyright case: કિંજલ દવેના ગીતનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં વધુ એક ગુજરાતી ગીત મુદ્દે વિવાદ થયો છે. ગુજરાતી ગીત મોગલ છેડતા કાળો નાગ ગીતને લઈને નવો વિવાદ ચગ્યો છે. 'મોગલ છેડતા કાળો નાગ' ગીતના અનધિકૃત ઉપયોગ અંગે રાજકોટ કોર્ટમાં નરહરભાઈ ગઢવી દ્વારા શિવ સ્ટુડિયોના માલિક સામે કોપીરાઇટ એકટના ભંગનો દાવો કરવામા આવ્યો છે. 

અરજદારના પિતા ભજનો લખતા હતા
અરજદારે રાજકોટ કોર્ટમાં જણાવ્યું હતું કે મોગલ છેડતા કાળો નાગ ગીત અરજદારના પિતા આપાભાઈ ગઢવીએ લખ્યું છે. કંપોઝ પણ તેમને કર્યું છે. વારસાઈની દ્રષ્ટિએ તેમનો આ ગીત ઉપર હક્ક બને છે. ગુજરાતમાં અનેક સંસ્થાઓ બહુમાન કરી ચૂકી છે. 60 વર્ષ સુધી કૉપીરાઈટ તેના માલિક પાસે રહે છે. એવામાં રાજકોટના શિવ સ્ટૂડિયોના માલિક સામે કૉપીરાઈટ એક્ટના ભંગનો કેસ બને છે. શિવ સ્ટૂડિયોને આ ગીત પ્રસારિત કરવાની મંજૂરી ના આપી શકાય. આ સાથે જ યુ-ટ્યૂબ પરથી આ ગીતને હટાવવાની માંગ કરવામાં આવી હતી. જેથી રાજકોટની કોર્ટે અરજદારની અરજીને માન્ય રાખીને આ ગીતની રજૂઆત પર રોક લગાવી હતી.

હાઈકોર્ટે રાજકોટ કોર્ટના હુકમને યથાવત રાખ્યો
લોક સાહિત્ય ગીત, ભજન કે ગરબા લખનારના વંશજે ગીતોના વારસાના અને કૉપીરાઇટના અધિકારી હોવાનું હાઇકોર્ટનું પ્રાથમિક અવલોકન છે. કોમર્શિયલ કોર્ટનો હુકમ યથાવત રાખ્યો હતો. મોગલ છેડતા કાળો નાગ સહિતના અન્ય ગીતો પર કોઈ પણ મીડિયામાં પ્રસિદ્ધિની રોકના કોમર્શિયલ કોર્ટના હુકમમાં હસ્તક્ષેપ કરવાનો હાઈકોર્ટે ઇનકાર કરી દીધો છે. પ્રસિદ્ધ કવિ આપા ભાઈ કાળાભાઈ ગઢવીના વંશજોએ "મોગલ છેડતા કાળો નાગ" સહિતના ગીતોના કોમર્શિયલ ઉપયોગ કરનાર શિવ સ્ટુડિયો સામે કોપી રાઈટ ભંગ અંગે કોમર્શિયલ કોર્ટમાં દાવો કર્યો છે. આ ગીત કિર્તીદાન ગઢવી સહિતના લોક સાહિત્યકારો ગાઈ ચૂક્યા હોવાનો શિવ સ્ટુડિયો તરફથી પક્ષ મુકાયો હતો. પરંતુ તેમાં હાઈકોર્ટે નોંધ્યું હતું કે ગીત ગાવું અને તેનો કોમર્શિયલ ઉપયોગ કરવો એ બે ભિન્ન બાબતો છે. જેથી યુ ટ્યુબ પ્લેટફોર્મ પરથી શિવ સ્ટુડિયો તરફથી મુકાયેલ ગીતોને હટાવી લેવાના કોમર્શિયલ કોર્ટના હુકમમાં હસ્તક્ષેપ કરવા હાઈકોર્ટે ઇનકાર કરી દીધો છે.

શીવ સ્ટુડિયો તરફથી પણ કોર્ટમાં જણાવવામાં આવ્યું હતુ કે, આ એક ધાર્મિક ગીત છે અને 1993થી ગવાતું આવ્યું છે. ગુજરાતના અનેક જાણીતા કલાકારો તેને ગાઈ ચૂક્યા છે તેમની સામે કેસ કરવામા આવ્યો નથી. અરજદાર પાસે પણ આ ગીતના અધિકારને લઈને કોઈ પુરાવા નથી. આ મામલે ગાયક હેમંત ચૌહાણ સામે પણ કોપીરાઇટ ભંગનો કેસ થયો હતો. જેમાં નક્કી થઈ શક્યું નહોતું કે આ ગીત અરજદારની માલિકીનું છે કે કેમ? ત્યારબાદ કોર્ટ સમક્ષ દલિલ કરવામાં આવી હતી કે, અરજદારના પિતા ગુજરાતી ધાર્મિક ભજનો લખતા હતા. 60 વર્ષ સુધી કોપીરાઇટ તેના માલિક પાસે રહે છે. જેથી શિવ સ્ટુડિયોને તે ગીત પ્રસારીત કરવાની મંજૂરી આપી શકાય નહિ.

યુટ્યુબ પરથી ગીત હટાવવા આદેશ
જો કે હાલના ધોરણે યુટ્યુબ પરથી ગીત હટાવવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે તેમજ ગીતને તાત્કાલિક અસરથી કાઢી નાખવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે. તેમજ ગીતના કોપીરાઇટના કાયદેસરના વારસદાર તરીકે લેખકના દીકરા નરહર ગઢવીને ગણાવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news