વધુ એક સ્વામિનારાયણ સ્વામીનો બફાટ: 'પ્રબોધજીવન સ્વામી રૂમની બહાર નીકળે ત્યારે દેવતા દર્શન માટે ઝુરતા'

સોખડા સ્વામિનારાયણ મંદિરમાંથી અલગ થયેલા હરીપ્રબોઘમ પરીવારના વધુ એક સાધુનું વિવાદાસ્પદ પ્રવચનથી ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રબોધ સ્વામીને દેવતાઓથી મહાન ચીતરવા આ વિવાદિત નિવેદન આપ્યું છે.

વધુ એક સ્વામિનારાયણ સ્વામીનો બફાટ: 'પ્રબોધજીવન સ્વામી રૂમની બહાર નીકળે ત્યારે દેવતા દર્શન માટે ઝુરતા'

ઝી બ્યુરો/રાજકોટ: રાજ્યમાં હજું સનાતન ધર્મને લઈની ચાલી રહેલો વિવાદ શમ્યો નથી, ત્યાં વધુ એક સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ વિવાદિત નિવેદન આપીને સનાતન ધર્મને લઈને બફાટ કર્યો છે. બાકરોલના નિરંજન સ્વામીએ બફાટ કરી પોતાના ગુરુને હિન્દુ દેવતાઓથી મહાન ગણાવ્યા છે. નિરંજન સ્વામીના બફાટથી સાધુ-સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે.

પ્રબોધજીવન રૂમની બહાર નીકળે ત્યારે દેવતા દર્શન માટે જુરતા હતા: સ્વામી
સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુનો વાણી વિલાસ યથાવત રહ્યો છે. પોતાના ગુરુને મોટા દેખાડવા સનાતન ધર્મને આડે હાથ લઈને બફાટ કર્યો છે. સોખડા સ્વામિનારાયણ મંદિરમાંથી અલગ થયેલા હરીપ્રબોઘમ પરીવારના વધુ એક સાધુનું વિવાદાસ્પદ પ્રવચનથી ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રબોધ સ્વામીને દેવતાઓથી મહાન ચીતરવા આ વિવાદિત નિવેદન આપ્યું છે. બાકરોલના નિરંજન સ્વામીએ જણાવ્યું હતું કે પ્રબોધજીવન રૂમની બહાર નીકળે ત્યારે દેવતાઓ એમના દર્શન માટે ઝુરતા હોય છે અને એમના દર્શન કરીને આનંદ-પુલકીત થાય તેવું નિવેદન આપી દેવતાઓનું અપમાન કર્યું છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) October 28, 2023

તમને જણાવી દઈએ કે 26 ઓકટોબરે જસદણની સભામાં નિરંજન સ્વામીએ બફાટ કર્યો હતો. આ મામલે સનાતન સમિતિમાં આક્રોશ ફાટ્યો છે. 

મહંત જ્યોતિનાથ મહારાજની પ્રતિક્રિયા 
સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ વિવાદિત નિવેદન બાદ મહંત જ્યોતિનાથ મહારાજની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ જે બફાટ કર્યો તે અસહ્ય છે. બોલનાર અને સંભાળનાર બને પાપી છે. સનાતન ધર્મને હાનિ કરી તમે શું સાબિત કરો છો? તમે સર્વોપરી હોય તો તમારા જ ઝગડા પહેલા પુરા કરો. સર્વોપરિતા હોય તો જગત કલ્યાણના બહુ કામ છે. આવાને સજા થવી જોઈએ. આજે તાત્કાલિક જૂનાગઢ ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આગળની કાર્યવાહી મિટિંગ બાદ નક્કી કરવામાં આવશે.

— Zee 24 Kalak (@Zee24Kalak) October 28, 2023

સહજાનંદ સ્વામી અને હનુમાનજીને લઈને વકર્યો હતો વિવાદ
ઉલ્લેખનીય છે કે, અગાઉ સાળંગપુરમાં હનુમાનજીની ચિત્રને સહજાનંદ સ્વામીના ચરણ સમક્ષ બતાવીને હનુમાનજીનું પણ અપમાન કરતું ચિત્ર સામે આવ્યું હતું. જેને લઇને ભારે રોષ પ્રગટ થયો હતો. જો કે ભારે વિરોધ અને રોષ બાદ આખરે આ કૃત્ય માટે માફી માંગવામાં આવી હતી અને સહજાનંદ સ્વામીને વંદન કરતું હનુમાનજીનું ચિત્ર હટાવવમાં આવ્યું હતું.           
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news