પ્રમુખ-ઉ.પ્રમુખની ચૂંટણીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા કોંગ્રેસે ચીફ સેક્રેટરી, ડીજીપીને લખ્યો પત્ર
કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કર્યો કે, સત્તાના જોરે ભારતીય જનતા પાર્ટી સભ્યોને ધમકાવી રહી છે.
Trending Photos
અમદાવાદઃ જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી મામલે કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કરીને ચૂંટણી સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની માંગ કરી છે. કોંગ્રેસે મુખ્ય સચિવ, ચૂંટણી કમિશનર અને રાજ્યના પોલીસ વડાને પત્ર લખ્યો છે. જેમાં 19 અને 20 જૂને ચૂંટણી સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની માગ સાથે ભાજપ પર આક્ષેપ કર્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે, ભાજપ સરકાર ધાકધમકી અને સત્તાનો દુરૂપયોગ કરી રહી છે. જિલ્લા અને તાલુકા પંચાયતોને તોડવાનો પ્રયાસ કરી રહી છે. જેથી ચૂંટણી પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવે. મહત્વનું છે કે, તાલુકા-જિલ્લા પંચાયતોમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા પ્રમુખ, ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ રહી છે. તેવામાં કોંગ્રેસને આશંકા છે કે, તેમના હસ્તક રહેલી તાલુકા-જિલ્લા પંચાયત પણ ભાજપ છીનવી ન લે તે માટે કોંગ્રેસ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે