રાજ્યસભા ચૂંટણી : ક્રોસ વોટિંગથી બચવા કોંગ્રેસની કવાયત, ધારાસભ્યોને આજે આબુ લઈ જશે

પાંચ જુલાઈના રોજ ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીમાં મોટાપાયે ક્રોસ વોટિંગ થશે તેવા ડર વચ્ચે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને આબુ લઈ જવાની છે. ઉલ્લેખનીય છે કે, ગત ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બેંગલુરુના એક રિસોર્ટમાં લઈ ગઈ હતી, જેના બાદ ભારે ચર્ચા જાગી હતી.

રાજ્યસભા ચૂંટણી : ક્રોસ વોટિંગથી બચવા કોંગ્રેસની કવાયત, ધારાસભ્યોને આજે આબુ લઈ જશે

હિતલ પારેખ/ગાંધીનગર :પાંચ જુલાઈના રોજ ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીમાં મોટાપાયે ક્રોસ વોટિંગ થશે તેવા ડર વચ્ચે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને આબુ લઈ જવાની છે. ઉલ્લેખનીય છે કે, ગત ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બેંગલુરુના એક રિસોર્ટમાં લઈ ગઈ હતી, જેના બાદ ભારે ચર્ચા જાગી હતી.

ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, ત્રણ દિવસ ધોધમાર વરસશે

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. રાજ્યસભાની ચૂંટણીને હવે બે દિવસ બાકી છે, ત્યાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને આજે સાંજે 4:00 કલાકે આબુ લઈ જશે. આબુમાં કોંગ્રેસનો એક દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસના પોતાના ધારાસભ્યોને રાજ્યસભાનું મોક પોલ પણ આબુમાં જ કરાવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી 5 જુલાઈના રોજ યોજાનાર હોવાથી કોંગ્રેસના ધારાસભ્યોને છોડી ન શકાય એ માટે સુરક્ષિત રાખવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને આબુ લઇ જવાઇ રહ્યા છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

વિપક્ષના દંડક અશ્વિન કોટવાલે આ વિશે કહ્યું કે, અલ્પેશ ઠાકોરને અમે વોટ્સઅપ દ્વારા વ્હીલ મોકલી છે. તેમના નિવાસસ્થાને પણ વ્હીલ પંચનામુ કરીને મોકલ્યું છે. ધવલસિંહ ઝાલાએ પણ કોંગ્રેસની સાથે છે તેવુ કહ્યું છે. એકાદ-બે ધારાસભ્યોને બાદ કરતા તમામ ધારાસભ્યો કોંગ્રેસની સાથે છે. હવે અમારા કોઈ ધારાસભ્ય તૂટવાના નથી. તો બીજી તરફ, બે ધારાસભ્યો તૂટતા હોવાનો કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સમાં સ્વીકાર કર્યો હતો. 

તો બીજી તરફ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આબુ નથી જવાના. ત્યારે આ બંને ધારાસભ્યો કોના પક્ષમાં વોટિંગ કરે છે તેના પર સૌની નજર છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news