શું કોંગ્રેસના ડૂબતા જહાજને નરેશ પટેલનો સહારો મળશે? કોંગ્રેસમાં પાટીદાર અગ્રણીને લાવવાની કવાયત તેજ બની

ખોડલધામના પ્રણેતા નરેશ પટેલને દરેક પક્ષ પોતાનામાં લાવવા ખેંચતાણ કરી રહ્યુ છે. ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં ‘નરેશ પટેલ કોના’ એવી ચર્ચા ચાલી રહી છે. આપના દાવા બાદ હવે નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવાનુ રાજકારણ તેજ બન્યુ છે. કોંગ્રેસના નેતાઓ નરેશ પટેલને પક્ષમાં લાવવા માંગ કરી રહ્યાં છે. નરેશ પટેલની રાજકારણમાં જોડાવાની વાત વચ્ચે નરેશ પટેલ આજે દિલ્હીમાં પહોંચ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. હાલ તેઓ સામાજિક પ્રસંગ માટે દિલ્હી ગયા છે. પરંતુ નરેશ પટેલ દિલ્હીમાં રાજકીય મુલાકાતો કરી શકે છે. 
શું કોંગ્રેસના ડૂબતા જહાજને નરેશ પટેલનો સહારો મળશે? કોંગ્રેસમાં પાટીદાર અગ્રણીને લાવવાની કવાયત તેજ બની

ગૌરવ પટેલ/અમદાવાદ :ખોડલધામના પ્રણેતા નરેશ પટેલને દરેક પક્ષ પોતાનામાં લાવવા ખેંચતાણ કરી રહ્યુ છે. ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં ‘નરેશ પટેલ કોના’ એવી ચર્ચા ચાલી રહી છે. આપના દાવા બાદ હવે નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવાનુ રાજકારણ તેજ બન્યુ છે. કોંગ્રેસના નેતાઓ નરેશ પટેલને પક્ષમાં લાવવા માંગ કરી રહ્યાં છે. નરેશ પટેલની રાજકારણમાં જોડાવાની વાત વચ્ચે નરેશ પટેલ આજે દિલ્હીમાં પહોંચ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. હાલ તેઓ સામાજિક પ્રસંગ માટે દિલ્હી ગયા છે. પરંતુ નરેશ પટેલ દિલ્હીમાં રાજકીય મુલાકાતો કરી શકે છે. 

નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવાની કવાયત તેજ
કોંગ્રેસના જ નેતા મનહર પટેલે એક ટ્વીટ કરીને માંગ કરી છે કે, નરેશ પટેલ કોંગ્રેસમાં ક્યારે જોડાવાના છે તેની તારીખ હાઈકમાન્ડ જાહેર કરે. તો સાથે જ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ કહ્યું કે, નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવાની કવાયત ચાલી રહી છે. 

— Manhar Patel (@inc_manharpatel) March 13, 2022

મનોહર પટેલની ટ્વીટ
નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી અંગે કોંગ્રેસના મનહર પટેલે ટ્વીટ કરીને કહ્યુ કે, નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવાની તારીખ જાહેર કરો. કોંગ્રેસ નરેશ પટેલને લાલ જાજમથી સત્કારવા તૈયાર છે. પત્રથી આગળ વધીને હવે તારીખ જાહેર કરો. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતાઓ નરેશ પટેલને કોંગ્રેસમાં આવવાનુ આમંત્રણ આપી ચૂક્યા છે. આ માટે હાર્દિક પટેલે પણ નરેશ પટેલને જાહેરમાં આમંત્રણ આપ્યુ હતું. તો આપના નેતા ઈસુદાન ગઢવીએ પણ દાવો કર્યો કે, નરેશ પટેલ સહિતના અનેક સામાજિક આગેવાના આમ આદમી પાર્ટીમાં જોડાશે. તો ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ નરેશ પટેલ સાથે ખોડલધામમાં બંધ બારણે મુલાકાત કરી ચૂકયા છે.  

નરેશ પટેલ આવે તો કોંગ્રેસ મજબૂત બનશે - લલિત કગથરા
બીજી તરફ, કોંગ્રેસના 25થી વધુ ધારાસભ્યોએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળવા માટે પત્ર લખતા રાજકારણ ગરમાયુ છે. 2022ની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં ફરી એક વખત કોંગ્રેસને કઈ રીતે સક્રિય કરવી અને ભાજપ સામે કઈ રીતે ટક્કર મારવી તેને લઈને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પત્રને લઈને કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે, તાજેતરમાં દ્વારકા ખાતે કોંગ્રેસની ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી આવ્યા હતા, પણ ધારાસભ્યો સાથે મુલાકાત થઈ શકી નહોતી. જેથી આ પત્ર તમામ ધારાસભ્યોએ પક્ષના પ્રમુખ અને વિપક્ષના નેતાઓને સાથે રાખીને લખ્યો છે. આગામી 2022ની વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસમાં રહીને કઈ રીતે લડવી તેની ચર્ચા કરવા સમય માંગ્યો છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને અમે પક્ષમાં આવકાર્યા હતા. નરેશ પટેલ જેવા આગેવાનો પક્ષમાં આવે તો કોંગ્રેસ મજબૂત બની શકે. જેથી રાહુલ ગાંધી સાથે ચર્ચામાં નરેશ પટેલને કઈ રીતે પક્ષમાં લઈ શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. 100 ટકા નરેશ પટેલ જેવા મજબૂત નેતાની કોંગ્રેસ પક્ષને જરૂર હોવાનું લલીત કગથરા માની રહ્યા છે.

નરેશ પટેલ પર મોટુ નિવેદન આપતા કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યુ કે, નરેશ પટેલ સાથે મારી ઔપચારિક મુલાકાત થઇ હતી. નરેશ પટેલ કોંગ્રેસમા આવે તેનો મારો હમેશાં પ્રયાસ રહ્યો છે. હાઇ કમાન્ડને મેં કહ્યું હતુ કે નરેશ પટેલ એક સામાજિક કામ કરતા મોટા આગેવાન છે. મારો આશય સતત રહેશે કે નરેશ પટેલ કોંગ્રેસમાં આવે. સૌથી પહેલો આવકાર પક્ષ તરફથી મે નરેશ પટેલને આપ્યો હતો. હું ફરી એકવાર રાજકિય પક્ષ કોંગ્રસમાં આવવા આમંત્રણ આપુ છુ. 2017 માં ખોડલધામમાં જવાનું હતુ પણ ચૂકી જવાયું હતું. ખોડલધામ જઇ માતાજી પાસે આર્શિીવાદ માંગ્યા હતા કે 2022 માં કોંગ્રેસને આર્શીવાદ મળે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news