ગામના ઝઘડા ઘરે ના લાવતા! 'ખાલી રૂપાલાનો વિરોધ, પાટીદારોનો નહીં, વાતાવરણ ડહોળાય નહીં જોજો'
Loksabha Election 2024: પરશોત્તમ રૂપાલાને સમર્થનની જાહેરાત બાદ કોંગ્રેસ નેતા લલિત વસોયાની પાટીદારોને અપીલ કરી છે. રાજકીય માણસોએ પોતાના અંગત સ્વાર્થ માટે બે સમાજને હંમેશાં લડાવ્યા છે. રૂપાલાને સમર્થન બાદ ભાઈચારાનું વાતાવરણ ન ડહોળાય તેનું ધ્યાન રાખજો.
Trending Photos
Loksabha Election 2024: રૂપાલાનો વિવાદમાં હવે 2 સમાજોને સામસામે લાવે તેવી સ્થિતિઓ પેદા કરી રહ્યો છે. ક્ષત્રિયો ઝૂકવાના મૂડમાં નથી એ સામે હવે પાટીદારો આગળ આવ્યા છે. રૂપાલા સમર્થકોએ હવે સોશિયલ મીડિયા અભિયાન શરૂ કર્યું છે. પરશોત્તમ રૂપાલાને સમર્થનની જાહેરાત બાદ કોંગ્રેસ નેતા લલિત વસોયાએ હવે આ મુદ્દે પોતાનો પક્ષ પાટીદારો સમક્ષ મૂક્યો છે અને પાટીદારોને અપીલ કરતા જણાવ્યું છે કે રાજકીય માણસોએ પોતાના અંગત સ્વાર્થ માટે બે સમાજને લડાવ્યા. રૂપાલાને સમર્થન બાદ ભાઈચારાનું વાતાવરણ ન ડહોળાય તેનું ધ્યાન રાખજો.
રાજકીય માણસો પોતાના અંગત સ્વાર્થ માટે બે સમાજોને લડાવે છે...
પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિત વસોયાનું પરસોતમ રૂપાલા મામલે આગળ આવીને પાટીદારોને વિનંતી કરી છે. લલિત વસોયાએ સમગ્ર પાટીદાર સમાજને વિનંતી કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે પાટીદારના દીકરા તરીકે વિનંતી કરવા આવ્યું છું. વર્ષોથી સૌરાષ્ટ્રની અંદર રાજકીય માણસો પોતાના અંગત સ્વાર્થ માટે બે સમાજો લડાયા કરતા હતા. આખા સૌરાષ્ટ્રના ક્ષર્ત્રીય V/S પાટીદારની લડાઈ વર્ષો સુધી ચાલી, બંને સમાજના આગેવાનોના પ્રયત્નથી આજે સૌરાષ્ટ્રની ભાઈચારાનું વાતારણ છે. જ્યારે પરષોત્તમ રૂપાલજીએ વાણીવિલાસ કર્યું છે એના કારણે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજની સામે નહી રૂપાલા સામે લડાઈ કરી રહ્યું છે.
બંને સમાજ વચ્ચે વૈમનસ્ય નાં ફેલાય તેવી વિનંતી
લલિત વસોયાએ ઉમેર્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો લડાઈ બનાવવાનો હિન પ્રયાસ કરી રહ્યા છે. પાટીદાર સમાજને વિનંતી સાથે આ મામલો રૂપાલા પૂરતો હોય તેવું જણાવ્યું હતું. રૂપાલાની મામલે પાટીદાર સમાજને હાથો બનાવવા ના આવે અને બંને સમાજ વચ્ચે સુમેળ ભર્યું વાતાવરણ રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. પાટીદાર સમાજના લોકોને વસોયાએ હાથ જોડીને વિનંતી કરી સોશિયલ મીડિયા કે અન્ય પ્લેટફોર્મ પર બંને સમાજ વચ્ચે વૈમનસ્ય નાં ફેલાય તેવી વિનંતી કરી છે.
કડવા અને લેઉવા પાટીદારોની સંયુક્ત બેઠકનું આયોજન
બીજી બાજુ ભાજપ રૂપાલાની ટિકિટ કાપવાના મૂડમાં નથી હવે આગામી દિવસોમાં રાજકોટથી ફેલાયેલી આગ દેશભરમાં ફેલાય તો નવાઈ નહીં. આ આગને કોણ પેટ્રોલ છાંટી રહ્યું છે એ સૌથી મોટો સવાલ છે. દિલ્હી હાઈકમાન્ડની ચૂપકીદી પણ હવે ગુજરાતમાં ચર્ચામાં આવી છે. રૂપાલાને હટાવવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. કોઈપણ કિંમતે રૂપાલાને માફ કરવા ક્ષત્રિયો તૈયાર નથી. ત્યારે પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદારો આવ્યા છે. આ માટે રાજકોટમાં આજે સાંજે પાટીદારોની ચિંતન બેઠક યોજાવાની છે. કડવા અને લેઉવા પાટીદારોની સંયુક્ત બેઠકનું આયોજન કરાયું છે. પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને નેતાઓને આમંત્રણ છે. માફી માગવા છતાં ક્ષત્રિયોના વિરોધથી પાટીદારો નારાજ થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે