ચલો સ્કૂલ ચલે હમ: બે વર્ષથી ખોવાયેલો બાળકોનો અવાજ ફરી સ્કૂલ-કોલેજોમાં ગૂંજશે, આજથી સંપૂર્ણ ઓફલાઈન શિક્ષણ શરૂ
ગુજરાતની તમામ સ્કૂલો અને કોલેજોમાં બે વર્ષ બાદ શિક્ષણકાર્ય સંપૂર્ણપણે ઓફલાઈન ચાલશે. પ્રી પ્રાયમરી સ્કૂલો, આંગણવાડીઓ પણ શરૂ કરી દીધી છે, ત્યારે 21મીથી ઓનલાઈન શિક્ષણ પણ બંધ કરી દેવાની જાહેરાત કરાઈ છે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: રાજ્યમાં સતત કોરોનાનાં કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને પગલે હવે રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલાં પ્રતિબંધો ધીમે-ધીમે ઘટાડવામાં આવી રહ્યા છે. રાજ્યમાં થોડાં દિવસ પહેલાં જ બે વર્ષ બાદ આંગળવાડી અને પ્રી-સ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ત્યારે, હવે આ વચ્ચે તમામ શાળા અને કોલેજોમાં સંપૂર્ણપણે ઓફલાઈન શિક્ષણ આજથી શરૂ થશે. કોર કમિટીમાં થયેલી ચર્ચા બાદ રાજ્ય સરકાર તમામ શાળાઓ અને કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, આ માટે શાળા અને કોલેજો દ્વારા કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે.
ગુજરાતની તમામ સ્કૂલો અને કોલેજોમાં બે વર્ષ બાદ શિક્ષણકાર્ય સંપૂર્ણપણે ઓફલાઈન ચાલશે. પ્રી પ્રાયમરી સ્કૂલો, આંગણવાડીઓ પણ શરૂ કરી દીધી છે, ત્યારે 21મીથી ઓનલાઈન શિક્ષણ પણ બંધ કરી દેવાની જાહેરાત કરાઈ છે. કોરોનાને લીધે છેલ્લા બે વર્ષથી ઓનલાઈન-ઓફલાઈન મોડમાં સ્કૂલો-કોલેજો ચાલી રહી છે ત્યારે સરકારે 21મીથી ગુજરાતમાં આવેલી તમામ બોર્ડની સ્કૂલો અને કોલેજોમાં ફરજીયાતપણે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો ઠરાવ કરી દીધો છે. જે મુજબ આજથી રાજ્યની તમામ સ્કૂલો-કોલેજો અને યુનિ.ઓમાં સંપૂર્ણપણે ઓફલાઈન શિક્ષણ ચાલશે અને વિદ્યાર્થીઓ હવે કલાસરૂમમાં જઈને જ અભ્યાસ કરશે.
મહત્ત્વનું છે કે, સરકારના ઠરાવ મુજબ 100 ટકા સંપૂર્ણ ઓફલાઈન શિક્ષણ ચાલશે અને સ્કૂલો-કોલેજોમાં હવે વિદ્યાર્થીઓની હાજરી પણ પુરાશે. જો કે વિદ્યાર્થીઓ હજુ પણ સ્કૂલે-કોલેજોમાં ન આવે કે વાલીઓ બાળકોને ન મોકલે તો પરીક્ષામાં ગેરહાજરીની બાબત ધ્યાને લેવાશે કે નહી તે મુદ્દે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી કે આ બાબતની સ્પષ્ટતા સરકારના ઠરાવમા પણ કરાઈ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે