'ઘર કા ભેદી લંકા ઢાએ', વાપીમાં 10.50 કિલો ચાંદી ચોરીમાં મોટો ઘટસ્ફોટ, કંપનીના 3 કર્મચારીની સંડોવણી
વાપી જી.આઇ.ડી.સી.ના ફર્સ્ટ ફેસ માં આવેલી મોડીસન કંપનીમાં ઈલેક્ટ્રોનિક સામાન બને છે. આ ઇલેક્ટ્રીક સામાનમાં મોટાપાયે ચાંદીનો ઉપયોગ થતો હોવાથી આવી કીમતી વસ્તુઓની ચોરી અટકે તે માટે કંપનીએ અનેક પ્રયાસો કરેલા છે.
Trending Photos
નિલેશ જોશી/વાપી: વાપી જીઆઇડીસીમાં આવેલ એક કંપનીમાંથી 10.50 કિલો ચાંદીની ચોરીની ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી ગઇ હતી. ઈલેક્ટ્રીક સામાન બનાવતી આ કંપનીમાં ચાંદી નો ઉપયોગ થતો હોવાથી કંપનીમાંથી અવારનવાર ચાંદી ચોરીની ફરિયાદો ઉઠતી હોય છે. જોકે આ વખતે એક સાથે 10.50 કિલો ચાંદીની ચોરીથી કંપનીમાં દોડધામ મચી ગઇ હતી. વાપી જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે આ મામલે ચોરી મુદ્દમાલ સાથે 3 આરોપી ની ધરપકડ કરી છે. જોકે ચોંકાવાનારી બાબત એ છે કે ચાંદીની આ ચોરીમાં કંપનીના જ 3 કર્મચારીની સંડોવણી બહાર આવી છે.
વાપી જી.આઇ.ડી.સી.ના ફર્સ્ટ ફેસ માં આવેલી મોડીસન કંપનીમાં ઈલેક્ટ્રોનિક સામાન બને છે. આ ઇલેક્ટ્રીક સામાનમાં મોટાપાયે ચાંદીનો ઉપયોગ થતો હોવાથી આવી કીમતી વસ્તુઓની ચોરી અટકે તે માટે કંપનીએ અનેક પ્રયાસો કરેલા છે. પરંતુ તેમ છતાં કંપનીમાંથી અવારનવાર ચાંદી ચોરીની ફરિયાદ ઉઠતી હતી. જોકે આ વખતે કંપનીની અંદરથી એક સાથે 10.50 કિલો ચાંદીની ચોરી થતા ચકચાર મચી ગઇ હતી. આથી આ સમગ્ર પ્રકરણને લઈ કંપનીએ વાપી જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
પોલીસે તપાસ હાથ ધરી હતી. તે બીજી બાજુ કંપનીમાં ચેકિંગ દરમિયાન આ કંપનીમાં જ કામ કરતા 3 કામદાર ની સંડોવણી બહાર આવી હતી. આથી કંપની સંચાલકોએ 3 આરોપી કામદારને વાપી જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનમાં સોંપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે ફરિયાદ કરી હતી. આ ત્રણ આરોપી પૈકી 1 આરોપી સગીર હોવાનું પણ બહાર આવ્યું છે.
વાપી જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ઊભેલા આરોપીઓ જે થાળીમાં ખાધું તેજ થાળીમાં છેદ કર્યો છે. જી હા મૂનસિંહ વેલસિંહ ભુરીયા અને કાલું દીવાન ડામોર નામના આ ઈસમો પર ગદ્દારીનો આક્ષેપ લાગ્યો છે. વાપી જીઆઇડીસીના ફસ્ટ ફેસમાં આવેલ મોડીસન નામની કંપનીમાં મજૂરી કામ કરતા આ ઈસમો એ કંપનીમાં જ ચોરી કરી છે. કંપની પાસેના ચાલી રહેલ સેડ બનાવવાની કામગીરીમાં કામ કરતા આ કામદારોએ ચાંદીની ચોરી કરી જમીનમાં દાટી દીધું હતું. જે પોલીસ તાપસમાં જપ્ત કરી લૅવાયું છે. જેની બજાર કિંમત 7.77 લાખ થાય છે.
મહત્વપૂર્ણ છે કે આ કંપનીની અંદર ઈલેક્ટ્રીક સામાન બને છે જેમાં મોટાપાયે ચાંદીનો ઉપયોગ થાય છે. તે આવી કીમતી ધાતુઓ નિવાસ કરતી આ કંપનીમાં કામદારોની પસંદગી અને પરીક્ષાઓ પાસ કરીને લેવામાં આવે છે અને પરીક્ષણ બાદ લેવામાં આવે છે અને અતિ વિશ્વાસુ કામદારોને જ કંપનીમાં કામ રાખવામાં આવે છે. પરંતુ કંપનીના વિશ્વાસઘાત કરી અગાઉ પણ અનેક વખત કેટલાક કામદારો ચોરી કંપનીમાંથી ચાંદીની ચોરી કરતા ઝડપાઇ ચુકયા છે. ત્યારે ફરી એક વખત આ કંપનીનો વિશ્વાસઘાત કરી આ કામદારો એ 10.50 કિલોથી વધારેની ચાંદી ચોરી કરી હતી. આથી પોલીસે આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને આ અગાઉ પણ આ ઈસમો ચોરી કરી ચુક્યા છે તે સંદર્ભે તપાસ હાથ ધરી છે.
અતિ કિંમતી વસ્તુઓનું ઉત્પાદન કરતી આ કંપનીમાં ચોરીના બનાવ ન બને તે માટે મોનીટરીંગ માટે કંપનીએ અનેક પ્રયાસો કરે છે, તેમ છતાંય ચોરીછૂપીથી કંપનીમાં ચાંદ કીમતી ચાંદીના જથ્થાને ચોરીની ફરિયાદો આ અગાઉ પણ ઉઠી ચુકી છે. ત્યારે ફરી એક વખત 10.50 કિલોથી વધારે ચાંદીની ચોરીની ફરિયાદ થતાં કંપની સંચાલકો પણ ચિંતામાં મુકાયા છે. હવે આગામી સમયમાં કંપનીમાંથી ચાંદીની ચોરીના આરોપી કામદારો અગાઉ પણ કોઈવાર ચાંદીની ચોરી કરી છે કે કેમ સાથે-સાથે અન્ય કામદાર પણ આવી ચોરીમાં સપડાયા છે કે કેમ તે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે