Gujarat Election 2022: વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ, રૂપિયા વહેંચ્યાનો વીડિયો પડી શકે છે ભારે!

Gujarat Election 2022: ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીનું વાતાવરણ બની ગયું છે અને આગામી બે અને પાંચ તારીખના દિવસે વિધાનસભાની ચૂંટણીનું મતદાતાઓ પોતાના મતદાન કરવાના છે, ત્યારે હવે ઉમેદવારો દ્વારા જોર શોરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી છે

Gujarat Election 2022: વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ, રૂપિયા વહેંચ્યાનો વીડિયો પડી શકે છે ભારે!

Gujarat Election 2022, ચિરાગ જોશી, ડભોઈ: ડભોઇ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ ઉપર આચારસંહિતા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને ચૂંટણીપંચ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે.

ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીનું વાતાવરણ બની ગયું છે અને આગામી બે અને પાંચ તારીખના દિવસે વિધાનસભાની ચૂંટણીનું મતદાતાઓ પોતાના મતદાન કરવાના છે, ત્યારે હવે ઉમેદવારો દ્વારા જોર શોરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી છે ત્યારે દિવસ પૂર્વે ડભોઇ વિધાનસભાના સ્થાનિક અને કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ દ્વારા વિધાનસભામાં આવેલ ભાયલી ગામે પોતાના સમર્થકો સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. જે દરમિયાન સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલનો પૈસા વહેંચતો એક વિડીયો વાયરલ થયો હતો.

સમગ્ર ઘટનાને લઈને ભાજપ દ્વારા આ વીડિયોની ગંભીરતા લઈ સમગ્ર બાબતની ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના અનુસંધાને ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલના વિડીયો ચકાસવા બાબતે ડભોઇ વિધાનસભાના તંત્રને આદેશ કરવામાં આવ્યો હતો. 

જે વીડિયો એનાલીસીસના આધારે તંત્ર દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં પૈસાની વહેંચણી કરવામાં આવતી હોય તેવું પત્ની પંચને પણ લાગતું હતું. જેથી આજરોજ ચૂંટણીપંચ દ્વારા આચાર સહિતા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અને કોંગ્રેસના ઉમેદવારને નોટીસ આપવામાં આવી છે અને સમગ્ર કેસની તપાસ નાયબ કલેકટર કક્ષાના આધિકારીને સોંપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news