સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનું 'ટેન્ટસિટી નર્મદા' તોડી પાડવા જિલ્લા કલેક્ટરના આદેશ
આ જગ્યા કેવડિયાની સ્વામિનારાયણ સંસ્થાને ગૌશાળા બનાવવા માટે આપવામાં આવી હતી
Trending Photos
કેવડિયાઃ ગુજરાતના ગૌરવ સમાન અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' આજે એક મોટું પ્રવાસન સ્થળ બની ગયું છે. અહીં આવતા પ્રવાસીઓની સુવિધા માટે અને વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે તેની નજીકમાં ગરૂડેશ્વર ખાતે એક ટેન્ટસિટી બનાવવામાં આવ્યું છે. આ ટેન્ટસિટીમાં ગેરકાયદે રીતે બનાવાયેલા 30 ટેન્ટ તોડી પાડવાના જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.
હકીકતમાં ગરૂડેશ્વર નજીક જે જગ્યાએ ટેન્ટસિટી ઊભું કરવામાં આવ્યું છે તે જગ્યા કેવડિયામાં આવેલી સ્વામિનારાયણ સંસ્થાને આપવામાં આવી હતી. સ્વામિનારાયણ સંસ્થા આ જગ્યાએ ગૌશાળા બનાવવાની હતી. જોકે, શરતભંગ કરીને અહીં ટેન્ટસિટી ઊભું કરી દેવાયું હતું. આથી, જિલ્લા કલેક્ટર દ્વારા એક મહિલના પહેલા શરતભંગની નોટિસ ફટકારવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરની નોટિસ પછી પણ તેમના આદેશનું પાલન કરવામાં આવતા ગુરૂવારે કલેક્ટરે નવો આદેશ આપ્યો છે. જે મુજબ આગામી 48 કલાકમાં ટેન્ટસિટી સ્વૈચ્છિક રીતે હટાવી દેવા જણાવાયું છે. જિલ્લા કલેક્ટર દ્વારા અહીં ગેરકાયદે રીતે ઊભા કરી દેવાયાલે 30 ટેન્ટ તોડી પાડવાનો આદેશ આપ્યો છે. તંત્રએ નોટિસમાં જણાવ્યું છે કે, જો સ્વૈચ્છિક રીતે ગેરકાયદે રીતે બાંધવામાં આવેલા ટેન્ટ દૂર કરવામાં નહીં આવે તો તંત્ર જાતે જ કાર્યવાહી કરીને ટેન્ટસિટી દૂર કરશે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે