અજીબ કિસ્સો!! ગ્રાહકે ઓર્ડર કરેલી ખીચડીમાંથી વંદો નીકળ્યો, રેસ્ટોરન્ટે જ ગ્રાહક સામે કરી ફરિયાદ

Cockroach On Khichdi : અમદાવાદમાં ખીચડીમાંથી જીવાત નીકળવા અંગે રેસ્ટોરન્ટે ગ્રાહક સામે નોંધાવી ફરિયાદ... ઓનલાઇન ઓર્ડર કરેલી ખીચડીમાંથી જીવાત નીકળી હોવાનો આરોપ... વસ્ત્રાપુરની અર્બન ખીચડીએ નોંધાવી ફરિયાદ... ગ્રાહકના આરોપમાં કોઈ તથ્ય ન હોવાનું સંચાલકનું નિવેદન

અજીબ કિસ્સો!! ગ્રાહકે ઓર્ડર કરેલી ખીચડીમાંથી વંદો નીકળ્યો, રેસ્ટોરન્ટે જ ગ્રાહક સામે કરી ફરિયાદ

Ahmedabad Food અમદાવાદ : છેલ્લા કેટલાક સમયથી ખીણીપીણીના કિસ્સા સામે આવી રહ્યાં છે. રેસ્ટોરન્ટ્સ દ્વારા ગ્રાહકોને હલકી કક્ષાનું ભોજન પીરસાઈ રહ્યું છે. ફૂડ વિભાગ પણ આ બાબતને ગંભીરતાથી લઈને પગલા ભરી રહ્યું છે. ત્યારે ખાદ્ય ચીજો માંથી જીવાત નીકળવાના વિષયમાં નવો જ કિસ્સો સામે આવ્યો છે. એક રેસ્ટોરન્ટ દ્વારા ગ્રાહક સામે પોલીસ ફરિયાદ કરાઈ છે. આવું પહેલીવાર બન્યું છે કે, રેસ્ટોરન્ટ દ્વારા ગ્રાહક સામે ફરિયાદ કરાઈ હોય. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી અર્બન ખીચડીમાંથી મંગાવેલા ઓર્ડરમાં જીવાત નીકળી હોવાની બાબત સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. 

ગ્રાહકે ખીચડી સાથે જીવાતનો વીડિયો પોસ્ટ કર્યો હતો
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી અર્બન ખીચડીમાંથી મંગાવેલા ઓર્ડરમાં જીવાત નીકળી હોવાની બાબત સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. ગ્રાહક ઓર્ડર કરેલી ખીચડીમાં જીવાત નીકળતા તેઓ દ્વારા વીડિયો ઉતારવામાં આવ્યો હતો. વીડિયો વાયરલ કરનાર ગ્રાહકે જણાવ્યું કે, વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી અર્બન ખીચડીમાંથી અમે ખીચડીનો ઓર્ડર કર્યો હતો અને જે ખીચડી આવી છે. તેમાંથી મોટી જીવાત નીકળી છે. જ્યારે તેઓની સાથે વાત કરવામાં આવી તો તેઓએ કહ્યું કે, ભૂલ થઈ ગઈ અને હવેથી આવું નહીં થાય તેમ જણાવી દીધું હતું.

રેસ્ટોરન્ટે સામેથી કરી ફરિયાદ
ઓનલાઇન ઓર્ડર બાદ ગ્રાહકે સોશિયલ મીડિયા થકી અર્બન ખીચડી રેસ્ટોરન્ટની ખીચડીમાંથી જીવાત નીકળી હોવાનો આરોપ લગાવ્યો હતો. અર્બન ખીચડી વસ્ત્રાપુર આઉટલેટ દ્વારા વીડિયો પોસ્ટ કરનાર ગ્રાહક સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે. રેસ્ટોરન્ટે ફરિયાદમાં કહ્યું કે, એક વ્યક્તિ દ્વારા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો મૂકી તેમના આઉટલેટને બદનામ અને આર્થિક નુકસાન કરવામાં આવ્યું છે. જે વીડિયો થકી આરોપ લગાવાયો તે ગ્રાહકના આરોપમાં કોઈ તથ્ય ન હોવાનું રેસ્ટોરન્ટનું નિવેદન છે. 

@ahmedabadupadtes નામના પ્લેટફોર્મ પર વીડિયો અપલોડ થયા બાદ રેસ્ટોરન્ટે મોટું એક્શન લીધું હતું. વીડિયોમાં દેખાઈ રહેલી જીવાત ખીચડી પર ઉપરથી પડેલી જોવાઈ રહી છે, રેસ્ટોરન્ટનું તારણ એ છે કે પેકીંગ સમયે તે ખીચડીની નીચે હોવી જોઈએ. સાથે જ રેસ્ટોરન્ટે કહ્યું કે, આટલી તીખી અને 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળી ગરમ ખીચડીમાં જીવાતના અંગો યથાવત ન રહી શકે. 

વીડિયો પોસ્ટ થયા બાદ રેસ્ટોરન્ટ તરફથી તે સોશિયલ મીડિયા હેન્ડલ પર મેસેજ કરવા છતાં તેનો રીપ્લાય ન મળ્યો હોવાનું પત્રમાં ઉલ્લેખ કરાયો છે. amc દ્વારા પણ જણાવાયું કે રેસ્ટોરન્ટ પાસે પેસ્ટ કન્ટ્રોલનું નિયત લાયસન્સ પણ છે. આ વિષય બાદ વિવિધ રેસ્ટોરન્ટમાં ખાદ્યચીજોમાં જીવાત નીકળવાના સોશ્યલ મીડિયા દાવા સામે પ્રશ્નો ઉઠ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news