પહેલાથી નિશ્ચિત હતો CM રૂપાણીનો રસીકરણ કાર્યક્રમ, પણ શા માટે થયો રદ્દ જાણો !

પહેલાથી નિશ્ચિત હતો CM રૂપાણીનો રસીકરણ કાર્યક્રમ, પણ શા માટે થયો રદ્દ જાણો !

* જો કે છેલ્લી ઘડીએ તેમના રસીકરણનો કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યો હતો
* અગાઉથી જ મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના વેક્સિન લેવાનો CM નો કાર્યક્રમ નિશ્ચિત હતો

અમદાવાદ : ભારત સરકાર દ્વારા 1 માર્ચથી કોરોના વેક્સિનેશનનાં ત્રીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે 60 વર્ષતી વધારે ઉંમરના નાગરિકો અને 45 વર્ષથી વધારેની ઉંમર હોય અને વિવિધ રોગથી પીડાતા હોય તેવા વ્યક્તિઓને રસી આપવામાં આવશે. આ માટે સરકાર દ્વારા વિવિધ નિયમો પણ બનાવ્યા છે. જે નિયમો અંતર્ગ હોય તેવા લોકોને રસી આપવામાં આવશે. જેના માટે વિવિધ ખાનગી હોસ્પિટલોને પણ સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે. લોકો ઇચ્છે તો સરકારી હોસ્પિટલમાં પણ અને ઇચ્છે તો સરકારી હોસ્પિટલમાં પણ લઇ શકો છો. ખાનગી હોસ્પિટલમાં 250 રૂપિયા કિંમત નક્કી કરવામાં આવી છે.

જો કે જ્યારે 60 વર્ષથી વધારે લોકોને રસીકરણ અંગેનો કાર્યક્રમ ઘડાયો ત્યારે મોટા ભાગના નેતાઓને પણ તેમા સાંકળી લેવામાં આવ્યા હતા. જેના અંતર્ગત તમામ ધારાસભ્યો, સાંસદો અને મુખ્યમંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલી રૂપાણીને પણ કોરોના વેક્સિન અંગેનો કાર્યક્રમ આજે નક્કી હતો. આજે મુખ્યમંત્રીના પત્ની અંજલી રૂપાણી કોરોના વેક્સિન લેવા માટે પહોંચ્યા હતા. જો કે તેમની સાથે મુખ્યમંત્રી નહોતા પહોંચ્યા.

મુખ્યમંત્રી વિજય રૂપાણી 15 દિવસ બાદ વેક્સીન લેશે. મુખ્યમંત્રીને તાજેતરમાં જ કોરોના થયા હોવાથી હમણાં વેક્સીન નહીં લઈ શકે તેવો ડોક્ટર્સનું મંતવ્ય હતું. તબીબો અને આરોગ્ય ટીમે 15-20 દિવસ બાદ વેક્સીન લેવા માટે સુચના આપી હતી. કોરોનાથી સાજા થયા બાદ તરત જ વેક્સીન નથી લઈ શકાતી નથી. કોવિડ પ્રોટોકોલ પ્રમાણે 2- 3 સપ્તાહ બાદ વેક્સીન લેશે મુખ્યમંત્રી રૂપાણી. જો કે હાલ તેઓ કોરોના પ્રોટોકોલ અનુસાર વેક્સિન લેશે. અત્રે નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કોરોના વેક્સિન લઇ ચુક્યા છે. અનેક નેતાઓ અને સાંસદો કોરોના વેક્સિન લઇ ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news