CM રૂપાણી BSFના જવાનો સાથે દિવાળી મનાવવા પહોંચ્યા ભારત-પાક બોર્ડર
નડાબેટ આવેલા મુખ્યમંત્રી પોતાની પત્ની સાથે સરહદના પ્રાચીન મંદિર નડેશ્વરી માતાના દર્શન કરવા પહોંચ્યા હતા.
Trending Photos
અલ્કેશ રાવ/ પાલનપુર: આજે સમગ્ર દેશમાં લોકો ખૂબજ આંનદ ઉલ્લાસ સાથે પોતાના પરિવાર સાથે દિવાળી મનાવી રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દેશની રક્ષા કરતા બીએસએફના જવાનો સાથે દિવાળી મનાવવા બનાસકાંઠા જિલ્લાના સુઇગામ પહોંચ્યા છે. નડાબેટ ખાતે સીએમ આવી પહોંચતા તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.
નડાબેટ આવેલા મુખ્યમંત્રી પોતાની પત્ની સાથે સરહદના પ્રાચીન મંદિર નડેશ્વરી માતાના દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યાં તેમને માતાજીના દર્શન કર્યા હતા અને તેમને દિવાળીના દિવસે જવાનો સાથે મનાવવી તેમનું સૌભાગ્ય ગણાવ્યું હતું. તેમને સીમા દર્શનના કારણે લોકોને ખૂબ જાણવા મળશે તેવું કહ્યું હતું. તેમજ બે વર્ષ પહેલાં આવેલા તે સમયની વાત કરીને કહ્યું હતું.
અહીં જવાનોએ કહેલું કે તેમને નેટવર્ક નથી મળતું, તેમજ જવાનોની તકલીફ જાણી હતી. બોર્ડર ઉપર આવવાથી અનેક સમસ્યાઓ રાજ્ય સરકારના ધ્યાનમાં આવી છે તેનું સમાધાન કરશું. ત્યાર બાદ સીએમ સમગ્ર ગુજરાત વાસીઓને દિવાળીની શુભકામના પાઠવી હતી અને બોર્ડર ઉપર જવાનોને મળવા રવાના થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે