શીખ સમાજના 550માં પ્રકાશ પર્વમાં CM રૂપાણી રહ્યા હાજર, પહેરી શીખ પાઘડી

શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા શીખ સમાજનાં 550માં પ્રકાશ પર્વમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના સંબોધનમાં ગુરુ નાનક દેવનાં સદેશ પર નાગરિકોને ચાલવાની હાકલ કરી હતી. 

શીખ સમાજના 550માં પ્રકાશ પર્વમાં CM રૂપાણી રહ્યા હાજર, પહેરી શીખ પાઘડી

અમિત રાજપુત/અમદાવાદ: શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા શીખ સમાજનાં 550માં પ્રકાશ પર્વમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના સંબોધનમાં ગુરુ નાનક દેવનાં સદેશ પર નાગરિકોને ચાલવાની હાકલ કરી હતી. 

સાથે જ બાંધકામ વાળી નવી કન્સ્ટ્રકશન સાઈટ અને એફોર્ડેબલ હાઉસિંગમાં જીએસટીમાં આપવામાં આવેલી રાહતને આવકારી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે, નાણા મંત્રી અરુણ જેટલીનાં નિર્ણયથી રોજગાર વધશે તેમજ રીઅલ એસ્ટેટ સેક્ટરને લાભ થશે.

ચૂંટણીની તારીખો જાહેર થયા પહેલા વડાપ્રધાન મોદી આવશે ગુજરાત પ્રવાસે

આ પ્રસંગે મોટી સંખ્યામાં શીખ સમાજના લોકો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે શીખ સમાજના ધર્મગુરુઓનો આભાર માન્યો હતો. તથા શીખ સમાજનું માન ગણાતી શીખ પાઘડી પહેરી હતી. આજે જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયથી મકાન લેનારા લોકોને મળતી રાહતને આવકારી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news