મુખ્યમંત્રીએ આજે એક જ દિવસમાં 8 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી વિકાસને આપ્યો વેગ

મુખ્યમંત્રીએ વર્ષ 2019ના 8 મહિનામાં અત્યાર સુધી 75 ટાઉનપ્લાનિંગ યોજનાઓ કરી મંજુરી, વર્ષ 2018માં 100 નગરરચના યોજનાઓને મંજુરી આપીને મુખ્યમંત્રીએ રચ્યો હતો ઈતિહાસ 
 

મુખ્યમંત્રીએ આજે એક જ દિવસમાં 8 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી વિકાસને આપ્યો વેગ

હીતલ પારેખ/ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 23 ઓગસ્ટના એક જ દિવસમાં 8 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજુરી આપીને વિકાસને વેગ આપ્યો છે. 5 પ્રિલીમિનરી ટીપી સ્કીમને પરવાની મળતાં રાજ્યમાં 550 હેક્ટર જમીન પર સુવિધાયુક્ત વિકાસ કાર્યો હાથ ધરાશે. અમદાવાદ મહાનગરમાં 412 હેક્ટરથી વધુ જમીનમાં રૂ.640 કરોડના અંદાજિત કાર્યોને વેગ મળશે. આ મંજુરી સાથે જ મુખ્યમંત્રીએ જે ઝડપે ડ્રાફટ સ્કીમને મંજૂરી અપાય છે તેજ ગતિએ ડ્રાફટ ટી.પી.માં રસ્તા અને આંતરમાળખાકીય સુવિધા વિકાસ કામો હાથ ધરવાની તાકીદ પણ સંબંધિત સત્તામંડળને કરી છે. 

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ વર્ષ 2019ના 8 મહિનામાં અત્યાર સુધી 75 ટાઉનપ્લાનિંગ યોજનાઓને મંજુરી આપી દીધી છે. વર્ષ 2018માં પણ 100 નગરરચના યોજનાઓને મંજુરી આપીને મુખ્યમંત્રીએ ઈતિહાસ રચ્યો હતો. રાજ્ય સરકારે ટી.પી અને ડી.પી.માં ‘ઝિરો પેન્ડન્સી’નો નિર્ધાર કરેલો છે.

વર્ષ 2019માં મુખ્યમંત્રીએ 8 માસના ટૂંકાગાળામાં જે 75 યોજનાઓને મંજુરી આપી છે, તેમાં 66 નગર રચના યોજનાઓ છે અને 9 વિકાસ યોજનાઓ છે. જેમાં અમદાવાદની 14, નડીયાદ, ભાવનગર અને વડોદરા તથા સુરતની મળીને 22 ડ્રાફટ નગર રચના યોજનાઓનો સમાવેશ થાય છે. 

23 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીએ મજુર કરેલી યોજનાઓ 
મુખ્યમંત્રીએ શુક્રવારે 23 ઓગસ્ટના રોજ અમદાવાદની ર ડ્રાફટ, ર પ્રીલીમીનરી, ૧ ફાઈનલ તેમજ સુરતની ૧ પ્રીલીમીનરી અને ગાંધીનગરની બે પ્રીલીમીનરી મળીને કુલ-8 ટાઉન પ્લાનીંગ સ્કીમને એક જ દિવસમાં મંજૂરી આપી છે. અમદાવાદની ડ્રાફટ ટી.પી.સ્કીમ ૪૦૮-ઓગણજ અને ૪૦૭ લપકામણ-રકનપુર-સાંતેજને મંજૂરી આપી છે. અમદાવાદની બે પ્રારંભિક ટી.પી.સ્કીમમાં 238-ભાટ સુઘડ, 85 સરખેજ-મકરબા-ઓકફ અને 1 ફાઈનલ ટી.પી. સ્કીમ તરીકે 102-નિકોલને પરવાનગી અપાઈ છે.

ગાંધીનગરની મંજૂર થયેલી બે પ્રારંભિક ટી.પી.માં 10-અડાલજ-પોર તેમજ 9/બી-વાસણા હડમતીયા-સરગાસણ-વાવોલનો અને સુરતની પ્રીલીમીનરી ટી.પી. સ્કીમમાં 39-ઊધના-લીંબાયતનો સમાવેશ થાય છે.

તેનાથી અમદાવાદ મહાનગરમાં 412 હેકટર્સ ઉપરાંતની જમીનનો સુઆયોજિત વિકાસ થશે અને રૂ.640 કરોડના અંદાજિત કામોને તેમજ એફોર્ડેબલ હાઉસીંગના નિર્માણને આ બે ટી.પી મંજૂર થતાં વેગ મળવાનો છે. અમદાવાદ, સુરત અને ગાંધીનગરની જે પાંચ પ્રીલીમીનરી ટી.પી.ને મંજૂરી મળી છે તેમાં અંદાજે 550 હેકટર્સ ઉપરાંતની જમીન પર સુવિધાયુકત વિકાસ થશે. 

મુખ્યમંત્રીએ 2019ના વર્ષના પ્રથમ 8 જ માસમાં 66 ટી.પી. સ્કીમ ઉપરાંત રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા, અમદાવાદ, બિલીમોરા અને ગાંધીનગરની મળી કુલ-23 પ્રીલીમીનરી ટી.પી. સ્કીમ મંજૂરી કરી છે. તેમણે રાજકોટ, સુરત, અમદાવાદ, ગાંધીનગર, ઊંઝા અને વડોદરાની કુલ-21 અંતિમ ટી.પી ને પણ મંજૂરી આપી છે.

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news