કોરોના બાદ કોલેરાનો કહેર: તંત્ર કહે છે પાણી ઉકાળીને પીવો પણ પહેલા પાણી તો આપો, જનતાનું દર્દ
Trending Photos
અતુલ તિવારી/ગાંધીનગર : જિલ્લામાં આવેલ કલોલ શહેરમાં તાજેતરમાં સામે આવેલ કોલેરાની સમસ્યાના સંદર્ભમાં તેઓએ શક્ય તેટલી ઝડપથી આ રોગચાળા પર કાબૂ મેળવવા તંત્રને હિદાયત કરી હતી. આ માટે જિલ્લાના કલેકટર, રિજિયોનલ મુખ્ય મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા સર્વેલન્સ અધિકારી, આરોગ્ય વિભાગ દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ ત્વરિત કાર્યવાહી હાથ ધરી કોલેરાને નાથવા જરૂરી પગલાંઓ પણ લેવામાં આવ્યા છે. જેમાં અસરગ્રસ્ત વિસ્તારમાં પ્રત્યેક ઘરે સર્વેલન્સ કામગીરી, ઓ.આર.એસ. અને કલોરીનની ગોળીઓ અને રોગચાળાની અટકાયત માટે જન જાગૃતિ માટે પત્રિકાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૨૪ કલાક હેલ્પલાઇન કાર્યરત કરી નાગરિકોને શક્ય તમામ મદદ માટેના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. સાથે સાથે પ્રજાજનોને હાલના તબક્કે પીવાનું શુધ્ધ પાણી ટેન્કર દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે.
કલોલ નગરપાલિકામાં આવેલા વોર્ડ નંબર 4, 5 અને 11 ને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો હતો. કલોલમાં આવેલા રેલવે પૂર્વ વિસ્તારના ત્રિકમનગર, સર્વોદય છાપરા, શ્રેયાન્સ સોસાયટી, જેપીની લાટી અને તેની આસપાસના ભાગમાં કોલેરાના કેસો આવતા તંત્ર એલર્ટ થયું છે. કોલેરાના કેસો આવતા બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. કોલેરાગ્રસ્ત વિસ્તારમાં અંદાજે 40,000 લોકોની છે વસ્તી છે. કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાત એ ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે 3 જુલાઈથી ઝાડા - ઉલ્ટીના કેસો આવવાની શરૂઆત થઈ હતી. અત્યાર સુધીમાં કોલેરાના બે પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 5 લોકોના મરણ થયા છે. કલોલ નગરપાલિકાના અસરગ્રસ્ત વિસ્તારમાં ઝાડા ઉલટીના 309 કેસો નોંધાયા છે, જેમાંથી હાલ 55 થી વધુ લોકો સારવાર હેઠળ છે. નગરપાલિકાની તમામ પાણીની ટાંકીઓ અમે ખાલી કરીને સાફ કરી છે. સ્થાનિકોને પાણી મળી રહે એ માટે પાણીના ટેન્કરની વ્યવસ્થા કરી છે. લોકો જાગૃત થાય એ માટે રિક્ષાના માધ્યમથી અમે ટેન્કરના માધ્યમથી અપાતું પાણી ઉકાળીને પીવામાં આવે એવી અપીલ કરાવી રહ્યા છે.
જો કે કલોલ નગરપાલિકાના કોલેરાગ્રસ્ત વિસ્તારમાં ઝી 24 કલાકની ટીમ પહોંચી હતી. જ્યાં સ્થાનિકોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. છેલ્લા 4 દિવસથી પાણી જ નહી મળતું હોવાની ફરિયાદ સ્થાનિકોએ કરી હતી. પાણીના ટેન્કર આવે છે પરંતુ એ પૂરતા નહી હોવાથી આસપાસમાં રેલવે સ્ટેશન, મંદિરો અને અન્ય જગ્યાઓથી પાણીની વયસ્થા કરી રહ્યા છીએ તેવું પણ જણાવ્યું હતું. સ્થાનિકોએ કહ્યું કે ઝાડા - ઉલ્ટીના કેસો ઘરે ઘરે છે, આવી સ્થિતિમાં પાણીએ મુખ્ય જરૂરિયાત છે, પરંતુ પાણી નથી મળી રહ્યું. કલોલ રેલવે સ્ટેશન પરથી હાલ સ્થાનિકો પાણી ભરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે