અહો આશ્ચર્યમ્! ગુજરાતના આ માર્કેટિંગ યાર્ડમાં આવ્યું ચાઇનાનું લસણ, 50 ગુણી જોઈ વેપારીઓ અકળાયા, પછી...

જામનગર હાપા યાર્ડમાં લોધિકા ગામના ખેડૂત દ્વારા ચાઈનાનું લસણ લાવવામાં આવ્યું હતું. જોકે, વેપારીઓને આ વાત ધ્યાને આવતા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. 

અહો આશ્ચર્યમ્! ગુજરાતના આ માર્કેટિંગ યાર્ડમાં આવ્યું ચાઇનાનું લસણ, 50 ગુણી જોઈ વેપારીઓ અકળાયા, પછી...

મુસ્તાક દલ/જામનગર: જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં આજરોજ ચાઇનાના લસણનો યાર્ડ ના વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને 1 લાખથી વધુની કિંમતનો 50 ગુણી લસણ પરત મોકલવામાં આવ્યું હતું. હાપા યાર્ડના વેપારીઓ દ્વારા ચાઇનાના લસણનો વિરોધ કરવામાં આવતા માર્કેટીંગ યાર્ડ સમિતિએ પણ તાત્કાલીકના ધોરણે પગલા લીધા હતા.

જો કે જામનગર હાપા માર્કેટ યાર્ડમાં ચાઇનાના લસણનો 50 ગુણી જેટલો માલ પરત કરવામાં આવ્યો હતો અને મામલો થાળે પાડયો હતો. ઉલ્લેખનીય છે કે ચાઇનાના લસણનો પ્રતિબંધ હોવા છતાં વેચાણ માટે જામનગરના હાપા યાર્ડમાં ચાઇના લસણ આવ્યું હતું. બાદમાં વેપારીઓને ધ્યાને આવતા હરાજીનો વિરોધ દર્શાવી લસણ પરત કરવામાં આવ્યું.

ભારતમાં ચાઇનાના લસણને પ્રતિબંધ હોય ત્યારે ચાઇના દ્વારા આ લસણને દુબઈ મારફતે ફ્રી ડ્યુટીથી ભારતમાં ઘૂસેડવામાં આવી રહ્યું છે અને મુંબઈ ખાતેથી ભારતના જુદા જુદા વિસ્તારોમાં અને યાર્ડ ખાતે આ ચાઇના લસણનું વેચાણ કરવા મોકલી આપવામાં આવી રહ્યું છે. પરંતુ ગુજરાતના મોટાભાગના યાર્ડ દ્વારા પ્રતિબંધિત આ ચાઇના લશણને પરત મોકલવામાં આવી રહ્યું છે અને જેના ભાગરૂપે આજે પ્રથમ વખત જામનગરના હાપા યાર્ડમાં ચાઇના લસણ આવતા વેપારીઓએ પણ વિરોધ દર્શાવી લસણની ખરીદી કરી નથી અને ચાઇનાના લસણનો બહિષ્કાર કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news