વર્ગખંડ છે જ નહીં, તો કેવી રીતે ‘ભણશે ગુજરાત’? બાળકોને ઘરના ઝુંપડા નીચે અપાઈ રહ્યું છે શિક્ષણ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સૌ ભણે સૌ આગળ વધેનું સૂત્ર આપવામાં આવ્યું છે. પરંતુ છોટા ઉદેપુરના બીલવાંટ પ્રાથમિક શાળાના બાળકો ગામના જ એક ઘરની ઝુંપડા નીચે બેસીને ભણવા મજબૂર બની ગયા છે. શું આ રીતે ભણશે ગુજરાત?

વર્ગખંડ છે જ નહીં, તો કેવી રીતે ‘ભણશે ગુજરાત’? બાળકોને ઘરના ઝુંપડા નીચે અપાઈ રહ્યું છે શિક્ષણ

ઝી બ્યુરો/પંચમહાલ: ગુજરાતમાં શિક્ષણનો વ્યાપ વધારવા સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે પરંતુ આ પ્રયત્નોનો છેડ ઉડાડતી તસવીરો છોટા ઉદેપુર જિલ્લામાંથી આવી છે. છોટા ઉદેપુરના બીલવાંટ પ્રાથમિક શાળાના બાળકો ગામના જ એક ઘરની ઝુંપડા નીચે બેસીને ભણવા મજબૂર બની ગયા છે. શું આ રીતે ભણશે ગુજરાત?

ગુજરાત સરકાર શિક્ષણ માટે અથાગ પ્રયત્નો કરી રહી છે. શિક્ષણનો વ્યાપ વધારવા સૌ ભણે સૌ આગળ વધેના સૂત્રો આપ્યાં છે. સરકાર અને શિક્ષણ વિભાગ પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો કરીને રૂપિયાનું આંધણ કરી રહી છે. પરંતુ પ્રાથમિક સુવિધાઓ આપ્યા વિના શિક્ષણનો વ્યાપ વધારવા માંગે છે શું આવી રીતે ભણશે ગુજરાત? 

No description available.

આધુનિક ભારતમાં અને તે પણ દેશના ગુજરાત મોડેલનો પોલ ખોલતા અને શિક્ષણ જગતને શર્મસાર કરતા આ દૃશ્યો છોટા ઉદેપુર જીલ્લાના અને મધ્ય પ્રદેશની સરહદથી માંડ એક કિલોમીટર દૂર આવેલા બીલવાંટ ગામની કહેવાતી પ્રાથમિક શાળાના છે. આ પ્રાથમિક શાળાના બાળકો છેલ્લા દોઢ વર્ષથી શાળાની સામે આવેલા એક ઘરના આગળની રણનીતિ અડારી નીચે બેસીને ભણવા મજબૂર બની ગયા છે. 

બીલવાંટ પ્રાથમિક શાળામાં 1થી 8 ધોરણ ચાલે છે.જેમાં આજુબાજુના 5 ગામોમાંથી આવીને 124 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 6 શિક્ષકો નિયમિત શાળાએ આવીને બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરવા આવતા હોવા છતાં બાળકોને બેસવા માટે એક જ ઓરડો છે. જેમાં 5 અને 7 ધોરણના બે જ વર્ગના વિદ્યાર્થીઓ બેસાડવામાં આવે છે. 

No description available.

જ્યારે ધોરણ-6 ના વર્ગ વિદ્યાર્થીઓને શાળાની સામે આવેલા ઘરના આંગણાની અડારી નીચે જીવના જોખમે બેસાડી અભ્યાસ કરાવવામાં આવે છે અને 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓને ગામના બીજા ફળિયામાં સમાજની વાડીના મકાનમાં, ગ્રામ પંચાયતની જર્જરિત મકાનની ઓટલા ઉપર તેમજ આંગણવાડી છૂટયા પછી તેના મકાનમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.

અગાઉ પણ છોટા ઉદેપુર જીલ્લાના આદિવાસી વિસ્તારના અને સરહદી ગામની 6 જેટલી શાળાઓમાં પ્રવેશોત્સવ સમયે આઇ.એ.એસ. અધિકારી ધવલ પટેલ દ્વારા શિક્ષણની પોલ ખોલવામાં આવી હતી અને હવે શિક્ષણ માટે હવાતિયાં મારી રહેલા બાળકોને પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવતી નથી. જેને લઇને આવા ગરીબ આદિવાસીઓના બાળકોના શિક્ષણ ઉપર તેની સીધી અસર પડતી હોવાનું જણાઈ રહ્યું છે. હવે આ બાળકોને ઓરડા સહિતની પ્રાથમિક સુવિધાઓ ક્યારે મળશે તે જોવું રહ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news