અમદાવાદ: CM રૂપાણીએ ભ્રષ્ટાચાર સામે યુદ્ધ છેડ્યું, કહ્યું ભ્રષ્ટાચારીઓની ખેર નથી
Trending Photos
અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારનાં વિવિધ વિભાગોમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે આજે ફેસબુક પર 7 મિનિટનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે ભ્રષ્ટાચારને નાથવા માટે ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક પગલા લેવા અને સિસ્ટમનાં સુધારો કરવા યુદ્ધનાં ધોરણે કામગીરી કરવાનો હુંકાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ કહેતા કે હું ખાતો નથી અને ખાવા દેતો પણ નથી. આપણે પણ તે જ રસ્તે ચાલ્યા અને ગુજરાતમાં ભ્રષ્ટાચાર અંકુશમાં આવે, ભ્રષ્ટ અધિકારીઓ પર પગલા લેવાય અથવા તો સિસ્ટમમાં સુધારો કરીને તેને નિયંત્રીત કરાય તે માટે રાજ્ય સરકારે ખુલ્લો જંગ માંડ્યો છે. અમારો કોઇ વ્યક્તિગત્ત એજન્ડા નથી. આપણે એન્ટી કરપ્શન બ્યુરો વિભાગને મજબુત બનાવ્યું છે. એસીબીનાં દરોડાનો વ્યાપ પણ વધાર્યો છે. ભ્રષ્ટાચારીને પકડીને તેને નાથવાનો પ્રયાસ છે. બધુ જ ચલાવી લેવું તેવા અમે કાયર નથી.
આપણે મહેસુલમાં ઓનલાઇન વ્યવસ્થા ઉભી કરી, એનએમાં ખુલ્લો ભ્રષ્ટાચાર હતો, જિલ્લા પંચાયતમાં શું ચાલતું હતું તેની તમને અને મને પણ ખબર છે. વારદીઠ ભાવ હતો. ખુલ્લો ભ્રષ્ટાચાર હતો. જો કે સરકારે હવે બધા પાવર ખેંચી લીધા છે. બધુ જ કલેક્ટરમાંઓનલાઇન કર્યું છે. ધીમે ધીમે ફેસલેસ વ્યવસ્થા કરવાનું આયોજન છે. ખનીજ, રેતીનાં લિઝ, પથ્થરની લિઝ કે લિગ્નાઇટની લિઝ હોય આપણે તમામ ઓનલાઇન ટેન્ડરિંગ કર્યું છે અને ડ્રોનથી ખનીજ ચોરી પકડીએ છીએ. આરટીઓમાં ચેકપોસ્ટમાં શું ચાલતું હતું આપણને ખબર છે.
તમામ ચેકપોસ્ટ નાબુદ કરવામાં આવી છે. લોકો કહેતા હતા કે તમારી આવક ઘટી જશે પરંતુ ભ્રષ્ટાચારીઓની આવક બંધ થઇ ગઇ અને આપણી આવકમાં 21 ટકાનો વધારો થયો. આખી વ્યવસ્થા ટ્રાન્સપરન્સીની આ આખી વ્યવસ્થાઓ બનાવી આપણે ભ્રષ્ટાચાર સામેની લડાઇ લડી રહ્યા છીએ. મારી અપેક્ષા છે કે લોકો સરકારનો અને અમારો સાથ સહકાર આપે. ગુજરાતમાં એક એવી સુંદર વ્યવસ્થા બને કે લોકોને લાગે કે મારી બધી જ પરેશાનીઓ દુર થઇ છે. એવી વ્યવસ્થાનું નિર્માણ કરવી પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે