'ગુજરાતમાંથી ગુમ થયેલી મહિલાઓ' નો પડઘો તામિલનાડુમાં પડ્યો, ભાજપના નેતા સહન ન કરી શક્યા

ગુજરાતમાંથી પાંચ વર્ષમાં 41 હજાર મહિલાઓ ગુમ થવાના કિસ્સાનો પડઘો તામિલનાડુમાં જોવા મળ્યો હતો. તમિલનાડુના ચર્ચિત બીજેપી નેતા એચ રાજાને પત્રકારોએ ગુજરાતમાંથી ગુમ થયેલી મહિલાઓ પર સવાલો પૂછ્યા તો તેઓ ગુસ્સે થઈ ગયા.

'ગુજરાતમાંથી ગુમ થયેલી મહિલાઓ' નો પડઘો તામિલનાડુમાં પડ્યો, ભાજપના નેતા સહન ન કરી શક્યા

H Raja Controversial Remark: ગુજરાતમાંથી પાંચ વર્ષમાં 41 હજાર મહિલાઓ ગુમ થવા અંગે રાજ્ય પોલીસે સ્પષ્ટતા કરી છે, પરંતુ જ્યારે મીડિયા રિપોર્ટ્સ બાદ સર્જાયેલા વિવાદ અંગે ચેન્નાઈમાં ભાજપના નેતાને પત્રકારોએ સવાલ કર્યા તો ભાજપના નેતાએ પત્રકારોને આતંકવાદીઓના એજન્ટ ગણાવ્યા હતા. 

ગુજરાતમાંથી પાંચ વર્ષમાં 41 હજાર મહિલાઓ ગુમ થવાના કિસ્સાનો પડઘો તામિલનાડુમાં જોવા મળ્યો હતો. તમિલનાડુના ચર્ચિત બીજેપી નેતા એચ રાજાને પત્રકારોએ ગુજરાતમાંથી ગુમ થયેલી મહિલાઓ પર સવાલો પૂછ્યા તો તેઓ ગુસ્સે થઈ ગયા. આ ઘટના ત્યારે બની જ્યારે એચ રાજા ધ કેરળ સ્ટોરીના સ્ક્રીનિંગ બાદ મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા. રાજાએ ગુજરાતમાં મોટી સંખ્યામાં ગુમ થયેલા અહેવાલો અંગેના પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો અને પ્રેસ કોન્ફરન્સ છોડી દીધી હતી.

કેરળ સ્ટોરીની હતી સ્ક્રીનીંગ
રાજ્યના થિયેટરોએ ધ કેરળ સ્ટોરી બતાવવાનું બંધ કર્યા પછી, હિંદુ સંગઠનો દ્વારા ફિલ્મની વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગ અદયરની એક મ્યુઝિક કોલેજમાં રાખવામાં આવ્યું હતું. જેમાં આ ફિલ્મ ભાજપના તમામ નેતાઓને ખાસ બતાવવાની હતી, એચ રાજા ફિલ્મ જોયા બાદ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. 

આ દરમિયાન રાજાને ગુજરાતમાંથી ગુમ થયેલી મહિલાઓ અંગે પૂછપરછ કરવામાં આવતાં જ તેઓ ગુસ્સે થઈ ગયા અને પત્રકારોને ISISના એજન્ટ અને હમદર્દ ગણાવ્યા હતા. રાજાને પૂછવામાં આવ્યું કે ગુજરાતમાંથી 40 હજાર મહિલાઓ ગુમ થઈ છે, તો રાજાએ કહ્યું, મામલો વાળશો નહીં. જ્યારે પત્રકારે તેમને પૂછ્યું કે શું વધુ મહિલાઓ ગુમ થઈ છે, તો રાજાએ કહ્યું કે તમે (રિપોર્ટર્સ) ISIS આતંકવાદીઓના એજન્ટ છો.

ગુજરાત પોલીસે ખુલાસો કર્યો છે
2016થી 2020 દરમિયાન ગુજરાતમાંથી 41 હજારથી વધુ મહિલાઓ ગુમ થવા અંગે રાજ્ય પોલીસે સ્પષ્ટતા કરી છે. NCRB ડેટા પર મીડિયા રિપોર્ટ સામે આવ્યા બાદ, ગુજરાત પોલીસે Tweet કર્યું હતું કે પોલીસને 94.90% મહિલાઓ મળી છે. આ મહિલાઓ તેમના પરિવાર સાથે રહે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટામાં કહેવાયું છે કે 2016 થી 2020 વચ્ચે ગુજરાતમાં 41621 મહિલાઓ ગાયબ થઈ હતી.

ગુજરાત પોલીસનું કહેવું છે કે 39497 મહિલાઓ (94.90%) પરત આવી છે. કેરળ સ્ટોરી ફિલ્મ રાજ્યમાંથી ગુમ થયેલી મહિલાઓ પર આધારિત છે. તેમાંથી ત્રણ છોકરીઓ ISISનો ભોગ બની છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news