મોબાઈલ ફોન સોર્સકોડથી બંધ થઈ ગયા, ભૂલથી સસ્તાની લાલચમાં કોઈની પાસેથી ફોન ન ખરીદતા

Ahmedabad News : અમદાવાદમાં ઘટેલી આ ઘટનાને પગલે હવે કોઈની પાસેથી જૂનો મોબાઈલ ખરીદો તો ખાસ સાવચેતી રાખજો, એક ગઠિયો મોબાલ શોપના ઓનરને ચૂનો ચોપડીને જતો રહ્યો

મોબાઈલ ફોન સોર્સકોડથી બંધ થઈ ગયા, ભૂલથી સસ્તાની લાલચમાં કોઈની પાસેથી ફોન ન ખરીદતા

Crime News : તમે માનશો નહીં એક એવી ઘટના બહાર આવી છે. ભૂલથી તમે પણ સસ્તાની લાલચમાં આવી જઈને ઓળખિતા વિના કોઈની પાસેથી ફોન ન ખરીદતા, નહીં તો ભરાઈ જશો. અમદાવાદના વેપારી સાથે જ આ પ્રકારની છેતરપિંડી થતાં તેણે પોલીસના દરવાજા ખટખટાવ્યા છે. ઘણા લોકો સસ્તાની લાલચમાં ફોન લઈ લેતા હોય છે પછી ભરાઈ જતા હોય છે. આ એક નવી મોડસ ઓપરેન્ડી છે. જેમાં ભેજાબાજે ફોનથી છેતરપિંડી કરી છે. 

આ કેસની વિગતો એવી છે કે, અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી જનપથ મોબાઇલ માર્કેટમાં આવેલી એક મોબાઈલ શોપમાં એવો ધડાકો થયો છે કે હવે નવો મોબાઈલ ખરીદતાં પહેલાં તમે 10 વાર વિચાર કરશો. એક ગઠિયાએ એક વર્ષ પહેલાં ફ્લિપકાર્ટ પરથી ઓનલાઇન સેલમાંથી ખરીદી કરેલા બે મોબાઇલ તેના હપતા ચુકવ્યા વિના જ બારોબાર આ મોબાઈલ શોપ પર વેચી દીધા હતા. જે બાદ આ મોબાઇલની ખરીદી કરનાર વ્યક્તિ પાસેનો ફોન અચાનક સોર્સકોડથી લોક થઇ ગયો હતો. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. 

આ પણ વાંચો : 

 

અમદાવાદમાં ઘટેલી આ ઘટનાને પગલે હવે કોઈની પાસેથી જૂનો મોબાઈલ ખરીદો તો ખાસ સાવચેતી રાખજો. લૉ ગાર્ડન પાસે આવેલા હરીઓમ ટાવરમાં રહેતા સાગર રાઠોડ આશ્રમ રોડ જનપથ મોબાઇલ માર્કેટમાં મોબાઇલ લે-વેચનું કામ કરે છે. ગત ફેબ્રુઆરી-૨૦૨૧માં એક વ્યક્તિ બે મોબાઇલ વેચાણ કરવા માટે આવ્યો હતો. જેથી એક ફોનના ૪૩, ૫૦૦ લેખે કુલ ૮૭ હજાર તે વ્યક્તિને ચુકવીને ફોન સાગર રાઠોડે ખરીદી લીધા હતા અને આ ફોન તેને મુંબઇના એક વ્યક્તિને વેચાણથી આપી દીધા હતા. આ ઘટના બાદ તો સાગર રાઠોડ આ બાબતને બૂલી ગયો હતો. કારણ કે મોબાઈલની લે-વેચ એ તો એનો કાયમી ધંધો હતો.  

પરંતુ ફોન બંધ થઇ ગયા હતા અને ચાલુ કરતા સોર્સકોડથી લોક થઇ ગયા હતા. જે અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું ફોનનું વેચાણ કરવા આવેલા ગઠિયાએ ફોન ઓનલાઇન ખરીદીને હપતા ભર્યા નહોતા. જેથી પૂરતું પેમેન્ટ ન થતા ફોન સિસ્ટમથી લોક થઇ ગયા હતા. આ અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ તો પોલીસ ફરિયાદ બાદ નોંધાયેલો કેસ છે. આ પ્રકારની ઘણા લોકો સાથે છેતરપિંડી થઈ હશે. પોલીસે આ કસમાં તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news