ઘરમાં પ્રસંગ હોય તેમ ચૌધરી સમાજના લોકો કામે લાગ્યા, અર્બુદા માતા રજતમહોત્સવ માટે એક-એક ચૌધરીએ શ્રમદાન કર્યું

Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં યોજાનારા અર્બુદા માતા રજતમહોત્સવની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે, મહિલાઓ દિવસરાત એક કરીને યજ્ઞશાળામાં કામ કરી રહી છે 

ઘરમાં પ્રસંગ હોય તેમ ચૌધરી સમાજના લોકો કામે લાગ્યા, અર્બુદા માતા રજતમહોત્સવ માટે એક-એક ચૌધરીએ શ્રમદાન કર્યું

Chaudhary Samaj અલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં યોજાનાર અર્બુદા માતા રજતમહોત્સવની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે તે વચ્ચે આજે લાલાવાડા ખાતે તૈયાર થઈ રહેલી સહસ્ત્ર ચંડી 108 કુંડી મહાયજ્ઞની યજ્ઞ શાળામાં લીંપણની કામગીરી હાથ ધરાઈ.જે કામગીરીમાં સમગ્ર જિલ્લામાં વસતા આજણા -ચૌધરી સમાજની મહિલાઓ હજારોની સંખ્યામાં જોડાઈ અને પોતાનું શ્રમદાન કર્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આવેલા અર્બુદા માતાના મંદિરની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થતા આંજણા ચૌધરી પટેલ કેળવણી મંડળ દ્વારા માં અર્બુદાનો રજત મહોત્સવ યોજનાર છે. આગામી ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં જ શરૂ થનારા મહોત્સવની તમામ પ્રકારની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. પાલનપુરના લાલાવાડા ખાતે ત્રીદિવસીય સહસ્ત્ર ચંડી 108 કુંડી મહાયજ્ઞ યોજાનાર છે. જેને લઇ 7 માળની વાંસની યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. તો આજે આ યજ્ઞશાળામાં લીંપણ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેને લઇ સમગ્ર જિલ્લામાંથી ચૌધરી -આજણા પટેલ સમાજની હજારો મહિલાઓ લાલાવાડા ખાતે એકત્ર થઈ અને ઢોલ નગારા સાથે નાચગાન સાથે જાણે પોતાના ઘરે પ્રસંગ આવ્યો હોય, તેમ યજ્ઞશાળામાં દેશી ગાયના છાણથી યજ્ઞ શાળામાં લીંપળ કરી શ્રમદાન કર્યું હતું. મહત્વની વાત છે કે 3 જી ફેબ્રુઆરીથી શરૂ થનાર આ સહસ્ત્ર ચંડી મહા યજ્ઞમાં દેશ વિદેશમાંથી ચારે વેદોના જ્ઞાની ભૂદેવો અહીં આવશે અને 108 યજમાનોને યજ્ઞમાં આહુતિ અપાવશે.

આ પણ વાંચો : 

આ વિશે પાનાંબેન ચૌધરીએ કહ્યું કે, અર્બુદા માતાના રાજ્યોત્સવ મહોત્સવને લઈને અમે આજે હજારો બહેનો યજ્ઞ શાળામાં છાણનું લીંપણ કરી રહ્યા છીએ. તો નીતાબેન ચૌધરીએ કહ્યું કે, અમારા ઘરે લગ્ન હોય એનાથી વધારે અમને આનંદ ઉત્સાહ છે અમે તમામ કામો પડતાં મૂકીને યજ્ઞ શાળામાં દેશી ગાયના છાણનું લીંપણ કરવા આવ્યા છીએ લાખો લોકો માના દર્શન કરવા આવશે.

પાલનપુરમાં પહેલી ફેબ્રુઆરીથી રજત ઉત્સવની ઉજવણી શરૂ થશે, જેમાં પહેલી ફેબ્રુઆરીએ બનાસકાંઠા સહિત અનેક ગામેગામ વસતા ચૌધરી સમાજના લોકો પોત પોતાના ગામની સાફ-સફાઈ કરી ગામને સ્વચ્છ બનાવશે. તો 2 જી ફેબ્રુઆરીએ પાલનપુર ખાતે આવેલા અર્બુદા માતાના મંદિરથી મહા શોભાયાત્રા યોજાશે, જે પાલનપુરના વિવિધ માર્ગો ઉપર ફરીને પરિક્રમા કરશે, જેમાં લાખો લોકોની જનમેદની ઉમટશે. તો 3 જી ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી એટલે કે ત્રી-દિવસય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ પાલનપુરના લાલાવાડા ખાતે યોજાશે. જેમાં 500થી વધુ વિધવાન પંડિતો શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ કરાવશે જેમાં 108 હવન કુંડ બનાવવામાં આવ્યા છે અને ત્યાં દેશના વિવિધ રાજ્યો માંથી 4 વેદોના જાણકાર પ્રખર પંડિતો યજમાનોને મહાયજ્ઞમાં આહુતિ અપાવશે.

આ પણ વાંચો : 

જોકે આ યજ્ઞમાં ફક્ત બનાસકાંઠા કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ વિદેશમાં વસતા ચૌધરી -આંજણા સમાજના લોકો સહિત અન્ય સમાજના લાખો લોકો આ યજ્ઞમાં દર્શનાર્થે પહોંચશે. જેને લઇ કોઈપણ દર્શનાર્થીને કોઈપણ જાતની અગવડતા ન પડે તેને લઈ તમામ પ્રકારની તૈયારીઓથી મંડળ સજજ બની રહ્યું છે. લાલાવાડા ખાતે યોજાનાર યજ્ઞમાં આવનારા લાખો લોકોને પાર્કિંગની સુવિધા તેમજ ભોજનની સુવિધા માટે આસપાસના વિસ્તારની 250 એકરથી વધુ જમીનમા ખેડૂતોએ શિયાળા પાકનું વાવેતર નથી કર્યું. પરંતુ આ જમીન મહોત્સવમા ઉપયોગ કરવા અર્પણ કરી દીધી છે, તો સાથે સાથે મહોત્સવમાં આવનારા લાખો લોકોને રહેવા જમવાની પણ સુવિધાથી અત્યારે મંડળ સજ્જ બની રહ્યું છે. 

આંજણા પટેલ કેળવણી મંડળના કેશરભાઈ ભટોળે જણાવ્યું કે, આ કાર્યક્રમમાં લાખો લોકો તો મળશે જ પરંતુ તેમની વચ્ચે 4 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ અને રાજ્યપાલ પણ જેને લઇ તમામ પ્રકારની તૈયારીઓ આંજણા પટેલ કેળવણી મંડળ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news